દેવભૂમિ દ્વારકા : જિલ્લાના ભાણવડમાં એક તબીબ સાથે 75 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં અમેરિકા, નેપાળ અને ગુજરાતના શખ્સોએ વેબસાઈટ બનાવી ફ્રોડ કરી 75 લાખ થી વધુની ઠગાઈ કરી હતી. ખંભાળીયા DYSPએ તપાસમાં અંકલેશ્વરથી યુવાનની અટકાયત કરી છે. આ આરોપીએ તેના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ જમા કરી હતી. સાયબર સેલ અને SOG, LCB ખંભાળીયાના DYSPએ આ ઈસમની પૂછપરછ કરી હતી, ત્યારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાણવડ ખાતે રહેતા અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા નીશિતભાઈ મોદી ગત એપ્રિલ માસમાં ઓનલાઈન વેબસાઇટ અને વોટ્સએપ મારફતે તબીબી ઉપકરણો, માસ્ક વિગેરેની ખરીદીના ઓર્ડર સાથે ઓનલાઈન ટ્રાન્ઝેકશન તથા વ્યવહાર મારફતે રૂપિયા 74.57 લાખ જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં, પરંતુ તબીબને તેમને મળવાપાત્ર ચીજ વસ્તુઓ મળી નહોતી.
- ઓનલાઈન છેતરપિંડી પ્રકરણમાં પોલીસને એક સફળતા મળી
- ભાણવડમાં ઓનલાઇન 75 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
- આરોપીએ તેના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ જમા કરી
આ સમગ્ર પ્રકરણને તાજેતરમાં ભાણવડ પોલીસમાં ફ્લોરિડા ઈન્ટરનેશનલ ગ્રુપ યુ.એસ.એ લિમિટેડ, શ્રી સાંઈ એન્ટરપ્રાઇઝ, સાઈ ટ્રેડિંગ, વાન્હે ટિંગ, સી. ઈ. ઓ. લીલીયન બોલોગા તેમજ મેનેજર, પ્રેસ્ટોન જેક ઉર્ફે (પેડરો ઓફ હિપોલિતો) તથા અરમાડો (નેપાલ એજન્ટ)એ અથવા ખોટા નામનો ઉપયોગ કરી ખોટી વેબસાઈટ બનાવી છે. છેતરપિંડી આચરવામાં આવતા ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420 તથા 114 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (સી) , 66(ડી) સહિત ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે એક બેન્ક એકાઉન્ટ ધરાવતા જેમાં રૂપિયા 8 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે. અંકલેશ્વરનો રહીશ અને ડ્રાઇવિંગ કામ કરતો નરેન્દ્ર બાલુભાઈ પ્રજાપતિ ને ઝડપી લીધો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ઓનલાઈન છેતરપીંડી પ્રકરણમાં પોલીસને એક સફળતા મળી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સો પણ આગામી દિવસોમાં ઝડપાઈ તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.