ETV Bharat / state

ખંભાળિયાના સલાયામાં 3 કરોડની કિંમતની જમીન પચાવી પાડવા સાત વ્યક્તિઓ સામે ફરિયાદ

ખંભાળિયાના સલાયા ગામે ત્રણ કરોડ જમીન ગેરકાયદેસર (Digested of Land in Salaya) રીતે પચાવી પાડતા સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાય છે. વર્ષ 2009માં આ જમીનની સરકારી ચોપડે પણ કાયદેસરની નોંધ કરાવવામાં આવી હતી.

ખંભાળિયાના સલાયામાં 3 કરોડની કિંમતની જમીન પચાવી પાડવા સાત વ્યક્તિઓ સામે ફરિયાદ
ખંભાળિયાના સલાયામાં 3 કરોડની કિંમતની જમીન પચાવી પાડવા સાત વ્યક્તિઓ સામે ફરિયાદ
author img

By

Published : Mar 2, 2022, 8:49 AM IST

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયાના સલાયા ગામે ત્રણ કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી જગ્યાને (Digested of Land in Salaya) અગાઉના માલિકના કુટુંબી શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડતા ફરિયાદ નોધાઈ છે. સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, વર્તમાન સદસ્ય અને માછીમાર સહકારી મંડળીના પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડ દ્વારા સલાયાના ઓસમાણ હાજી ઘાવડા, સુલેમાન હાજી, ઈશા હાજી, અબ્દુલ હાજી, કરીમ હાજી, ઈસ્માઈલ હાજી અને રજાક હાજી નામના સાત શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

2009માં જમીનની સરકારી ચોપડે નોંધ કરાવવામાં આવી હતી

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ સલાયાના પરોડીયા રોડ પર આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 126/1 એક તેમજ નવા સર્વે નંબર 148 ની આશરે 20 વીઘા જેટલી જમીન જે વર્ષો અગાઉ સુધી હજી ઉમર નામે ચાલતી હતી. ત્યારબાદ 1999માં નોંધ મારફતે 14 વારસદારોના નામ આ જમીન માંથી કમી થઈ ગયા હતા. વર્ષ 2008ના રેવન્યુ રેકોર્ડ પર કાયદાકીય કાર્યવાહી પછી આ જમીન ઇબ્રાહિમ સુમાર ગજબ તેમજ સારબાઈ સુમાર ગજણના નામે ચાલતી હતી. વર્ષ 2009માં વેચાણ દસ્તાવેજ મારફતે ત્રણ લાખનો અવેજ ચૂકવીને આ જમીન ફરિયાદી (Land Case in Salaya) સાલેમામદ ભગાડ, રોશન ભોકલ અને અબુ ભોકલ નામના ત્રણ શખ્સો દ્વારા ખરીદ કરવામાં આવી હતી. તેની સરકારી ચોપડે પણ કાયદેસરની નોંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Land Mafia In Rajkot : રાજકોટ ભુમાફિયા દ્વારા કરવામાં આવેલી હત્યાનો કેસ CIDને સોપાશે

જગ્યા ખાલી કરવા અંગે ધાક ધમકી

આશરે ત્રણ વર્ષ પહેલાં આ સ્થળે થી પસાર થતા જમીન માલિકોને અહીં કચરાના ઢગલા પડ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તપાસ કરતા આ જમીન પર સાત વ્યક્તિઓ કે જે અગાઉના જમીન માલિકના કુટુંબી હતા. તેમના દ્વારા અનઅધિકૃત રીતે દબાણ (Illegal Lands in Khambhaliya) કરી, ખેતરમાં ઢગલા કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે 22મી ફેબ્રુઆરી 2020ના રોજ સલાયા મરીન પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદ કાસમ ભોકલ વગેરે સમજાવવા જતા આ વ્યક્તિઓએ જગ્યા ખાલી કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.

આ પણ વાંચો: રાજકોટઃ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ, પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે

ઉલ્લેખનીય છે કે અગાઉની ફરિયાદ અરજીમાં કુલ નવ દબાણકારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તે પૈકીના અલી હાજી અને સિદ્દીક હાજી નામના બે આસામીઓ મૃત્યુ પામતા સાત શખ્સો સામે (Salaya Marine Police Station) ફરિયાદ નોંધાવાઈ છે. જે સંદર્ભે અહીંના DYSP હિરેન્દ્ર ચૌધરી તેમજ રાયટર શક્તિસિંહ જાડેજા દ્વારા ધોરણસર કાર્યવાહી કરી, આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.