ETV Bharat / state

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદ માટે 3 મહિલાઓ મેદાનમાં - દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદ માટે આગામી 24 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણી માટે 3 મહિલાઓ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ETV BHARATએ આ ત્રણેય ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. આવો જાણીએ શું છે તેમનો એજેન્ડા...

Dwarka Municipality President election
Dwarka Municipality President election
author img

By

Published : Aug 22, 2020, 10:26 PM IST

દેવભૂમિ દ્વારકા: ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એટલે દ્વારકા. આદિકાળમાં દ્વારકાના રાજા તરીકે બિરાજમાન થયેલા ભગવાન દ્વારકાધીશે દ્વારકા નગરમાં અનેક પ્રજાલક્ષી કામો કર્યા હતા, પરંતુ સમય જતા રાજા રજવાડાનો યુગ પૂરો થયો અને અમલદારશાહી અને રાજકીય પક્ષોના રાજમાં આવ્યા. જેમાં સરપંચથી વડાપ્રધાન સુધી તમામ લોકો પોતાના હોદ્દા પ્રમાણે પ્રમુખ પદની જવાબદારી નિભાવી અને લોકોપયોગી કામો કરે છે.

Dwarka Municipality President election
પૌરાણિક નગરી અને રાજકીય VIPઓની આવન જાવનને કારણે દ્વારકા ગુજરાત રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે

દ્વારકા નગરપાલિકા

  • સ્થાપના - 1994
  • વસ્તી - 45,000
  • વોર્ડ - 7
  • સભ્યો - 28
  • પુરૂષ સભ્યો - 14
  • સ્ત્રી સભ્યો - 14

ભગવાન દ્વારકાધીશની રાજધાની એવા દ્વારકા નગરપાલિકા હાલ ભાજપના શાસન હેઠળ છે. પૌરાણિક નગરી અને રાજકીય VIPઓની આવન જાવનને કારણે દ્વારકા ગુજરાત રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકા નગરપાલિકા 1994ની સાલમાં અસ્તિત્વમાં આવી હતી, તે પહેલા તે ગ્રામ પંચાયત હતી. કુલ 7 વોર્ડ અને 28 સભ્યોથી દ્વારકા નગરપાલિકામાં હાલ 14 પુરૂષો અને 14 મહિલાઓ નગર સેવક તરીકે સેવા આપે છે. અંદાજે 45 હજારની વસ્તી અને સરેરાશ રોજના 10 હજાર યાત્રાળુઓ દ્વારકા આવે છે.

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદ માટે 3 મહિલાઓ મેદાનમાં

હાલમાં દ્વારકા નગરપાલિકાની આવક વાર્ષિક 10 કરોડને આંબી ગઇ છે. દ્વારકા નગરપાલિકાની 2017ની ચૂંટણી દરમિયાન પ્રમુખ પદે જિતુભા માણેક અને ઉપપ્રમુખ પદે પરેશભાઈ ઝાખરીયા અઢી વર્ષ માટે નિયુક્ત થયા હતા. આગામી 24 ઓગષ્ટના રોજ દ્વારકા નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ સરકાર દ્વારા મહિલાઓને પણ પોતાની શક્તિ દેખાડવાનો મોકો મળે તેવા હેતુથી દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદે 3 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

નીતા ઠકરાર, અવની રાય મંગીયા અને જ્યોતિ સામાણીએ ETV BHARAT સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, જો તેઓ પ્રમુખ પદનો ચાર્જ સંભાળશે તો દ્વારકા નગરપાલિકા વિસ્તારના રોડ, રસ્તા, સફાઈ અને વિકાસના અનેક કામો આગળ વધારશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.