ETV Bharat / state

ડાંગમાં સેવાભાવી દ્વારા કોરોના વોરિયર્સને વિનામૂલ્યે મિનરલ પાણીનું વિતરણ - Gujrat news

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે બાપા સીતારામ મિનરલ વોટર સપ્લાયર દ્વારા કોરોના વોરિયર્સ જવાનોને વિનામૂલ્યે પાણીની સેવા આપવામાં આવી હતી.

ડાંગ આહવાનાં સેવાભાવી વ્યક્તિ દ્વારા કોરોના વોરિયર્સને વિનામૂલ્યે મિનરલ પાણીની સેવા

author img

By

Published : Jun 1, 2020, 1:13 AM IST

ડાંગ: જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ફરજ બજાવનારા કોરોના વોરિયર્સમાં પોલીસનાં જવાનો હોમગાર્ડ તેમજ જી.આર.ડી.સ્ટાફને વિનામૂલ્યે મિનરલ વોટર પાણીની સેવા આપીને બાપા સીતારામ મિનરલ વોટર સપ્લાયરે માનવતા દર્શાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ફરજ બજાવનારા કોરોના વોરિયર્સમાં પોલીસનાં જવાનો હોમગાર્ડનાં જવાનો, જી.આર.ડીનાં જવાનોને લોકડાઉન પાર્ટ-1થી પાર્ટ-4 દરમિયાન વિનામૂલ્યે મિનરલ વોટર પાણીની સેવા આપવામાં આવી રહી છે.

વોટર સપ્લાય કરનારા રામુભાઈ ગાવીત અને દિપક ગાવીત આહવાની તમામ જગ્યાએ વિનામૂલ્યે પાણીની સેવા પૂરી પાડી રહ્યાં છે.

ગરમીમાં પાણીથી કોરોનાં વોરિયર્સને રાહત પુરી પાડનારા રામુભાઈ અને દીપકભાઈ ગાવીતનો કોરોના વોરીયર્સ સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.