ETV Bharat / state

રાજકીય રાગદ્વેષ રાખી માનમોડી પંચાયતનું બજેટ નામંજૂર : સરપંચ - માનમોડી પંચાયતનું બજેટ નામંજૂર

વઘઈ તાલુકા પંચાયતની માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં વાર્ષિક અંદાજ પત્ર નામંજૂર( Manmodi Group Gram Panchayat )કરવામાં આવ્યું છે. માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનું સતત બીજી વખત બજેટ નામંજૂર થતાં વિકાસ (Manmodi Group Gram Panchayat)કમિશનર ગાંધીનગર દ્વારા સરપંચ સહિત ચૂંટાયેલા તમામ સભ્યોને નોટિસ આપી બજેટ નામંજૂર બાબતનો ખુલાસો માગ્યો.

રાજકીય રાગ દ્વેષ રાખી માનમોડી પંચાયતનું બજેટ નામંજૂર: સરપંચ

author img

By

Published : May 10, 2022, 2:21 PM IST

ડાંગ: જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતની માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજ પત્ર નામંજૂર અંગે (Gram Panchayat annual estimate letter rejected )સરપંચ સહિત સભ્યોએ સામાન્યસભા (Manmodi Panchayat's budget rejected)બોલાવી વિકાસ કમિશનર ગાંધીનગરને લેખિતમાં ખુલાસો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ(Manmodi Group Gram Panchayat)પંચાયત માનમોડીની ચૂંટણીની લડાઈમાં સગા કાકા એને ભત્રીજાની લડાઈમાં ભત્રીજા મહેન્દ્ર ગાવિતે 1 મતથી સરપંચ તરીકેની બાજી મારી હતી.

સત્તાના 57 દિવસમાં બજેટનું ગ્રહણ નડ્યું - ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડીની(Waghai Manmodi rejects budget) પાતળી સરસાઈથી સત્તા સંભાળી હતી તેવામાં ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડી સરપંચ. મહેન્દ્ર ગાવિતને સત્તાના 57 દિવસમાં બજેટનું ગ્રહણ નડ્યું. ગ્રુપ ગ્રામ પંચાયતના કુલ 10 સભ્યો માંથી 6 સભ્યોએ સતત બે વખત સામાન્ય સભામાં બજેટનો ઉગ્ર વિરોધ કરતાં બજેટ નામંજૂર. આખરે આ મુદ્દો વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે પોહચ્યો. માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનું સતત બીજી વખત બજેટ નામંજૂર થતાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા સરપંચ સહિત ચૂંટાયેલા તમામ સભ્યોને નોટિસ આપી બજેટ નામંજૂર બાબતનો ખુલાસો માગ્યો.

આ પણ વાંચોઃ Notice regarding movement register: મહેસાણા જિલ્લામાં ગેરહાજરી મામલે 4 તલાટીઓ અને 3 વિસ્તરણ અધિકારીઓને DDOની નોટિસ

રાજકીય રાગદ્વેષ રાખવામાં આવ્યો - વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા આપેલ નોટિસ અને ખુલાસા ને ધ્યાનમાં રાખી ફરી સામાન્ય સભા યોજાય જેમાં સરપંચ મહેન્દ્ર ગાવિત અને તેની તરફેણમાં 4 સભ્યોએ ખુલાસો કરી જણાવ્યું હતુ કે સરપંચ તરીકેના શાસનમાં માત્ર 57 દિવસનોજ વહીવટ કરવામાં આવેલ છે જે સમય દરમિયાન સ્વ ભંડોળ માંથી કોઈ ખર્ચો કરવામાં આવેલ નથી. પરંતુ સ્વ ભંડોળની આવકમાં વધારો થયો છે. તેમજ સરકારની કામગીરીમાં ગેરવહીવટ કે ઉલંઘન કરવાંમાં આવેલ નથી. તેમ છતાં 2022-23નું અંદાજપત્ર નામંજૂર કરવા માટે રાજકીય રાગદ્વેષ રાખવામાં આવેલ છે.

સભ્યો દ્વારા સત્તાનો દૂર ઉપયોગ - ઉપસરપંચ દ્વારા જોગવાઈ ન હોવા છતાં પણ સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ચૂંટાયેલા એક સભ્યની નાણાંકીય વહીવટમાં સહીની માંગ કરેલ છે. સામા વાળા 6 સભ્યો પાસે અંદાજપત્ર નામંજૂર કરવા માટેનું કોઈ ચોક્કસ કારણ નથી. તેમ છતાં બજેટ નાંમંજુર કરવાનો ઠરાવ કરેલ છે. માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં 6 સભ્યોએ પોતાની સત્તાનો દુર ઉપયોગ કરી સરકારના કાયદા વિરૂદ્ધ જઈ ઠરાવ કરવાની કાર્યવાહી કરેલ છે. જે અંદાજપત્ર નામંજૂર કરવાનું કારણ વ્યાજબી અને સ્પષ્ટ કારણ ન હોય તેમ છતાં વધુ સત્તા મેળવવાના ગજગ્રાહમાં માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનું સામુહિક તેમજ મતદારોનો ભોગ લેવાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા

વિકાસ કમિશનર ગાંધીનગરને લેખિતમાં ખુલાસો - વિના વાકે ફરી ચૂંટણીનો ખર્ચો મતદારોએ ભોગવો નહીં પડે તે માટે પંચાયતની ધારા 116/5 મુજબ નિર્ણય લેવા તથા ગુજરાત પંચાયત ધારા કલમ. નં. 116/8/6 મુજબની કાર્યવાહી કરવા માટે માનમોડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર ગાવિત દ્વારા સામાન્ય સભા બોલાવી વિકાસ કમિશનર ગાંધીનગરને લેખિતમાં ખુલાસો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે ગ્રુપ ગ્રામ પંચાયત માનમોડીમાં સરપંચની સત્તાનાં ગજગ્રાહમાં કાકા - ભત્રીજાની લડાઈમાં વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા કેવા વલણ આપવામાં આવશે એ તો સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.