ETV Bharat / state
ડાંગ જિલ્લાના વઘઇમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ - dang district
26મી જાન્યુઆરીએ દેશ 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વઘઇમાં ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વધઈ
By
Published : Jan 26, 2020, 11:44 PM IST
ડાંગ જિલ્લાની તથા રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવતા કલેક્ટર એચ.કે. વઢવાણિયાએ સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા પ્રજા માટે કલ્યાણલક્ષી યોજનાઓના અમલ થકી, જિલ્લાએ હાંસલ કરેલી લક્ષ્યની સિદ્ધિઓને વર્ણવી હતી. સરકાર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં ગત વર્ષે કુલ 6,863 લાભાર્થીઓને રૂપિયા 34.92 કરોડની કિટ તેમજ ચેક સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લામાં સેવાસેતુ યોજાય છે. જેમાં દરેક વિભાગની સેવાઓ ડાંગ જિલ્લાની પ્રજાને ઘરઆંગણે મળે છે. કુલ 56 સેવાઓ કાર્યરત છે. જિલ્લાના 311 ગામોને આવરી લઇ કુલ 38માંથી 34 સેવાસેતુ કાર્યક્રમો યોજાયા છે. જેમાં કુલ ૪૬,૦૭૯ અરજીઓ આવેલ તેમાંથી કુલ 46,008 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં 311 ગામોમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે 27 જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા 145 ગામોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ વાસ્મો દ્વારા ઘર ઘર કનેક્શન આપવાની યોજના હેઠળ 31,841 ઘર કનેકશન આપવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં આ વર્ષ દરમિયાન ખેતીવાડી વીજ જોડાણની ડિસેમ્બર-૨૦૧૯ અંતિત કુલ ૪૦૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કુલ ૫૮,૭૭૩ ખેડૂતોને 1175.46 લાખની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે સર્વશિક્ષા અભિયાન દ્વારા ૧૬૮ સિઝનલ હોસ્ટેલમાં કુલ ૭૦૦૬ બાળકોને લાભ આપવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનો ડ્રોપઆઉટ રેશિયો વર્ષ 2002-03 ના વર્ષમાં 14.05 ટકા હતો. જે ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ધોરણ- 1 થી ૫ માં ૪.૦૨ ટકા અને ધોરણ ૧ થી ૮ માં ૫.૪૪ ટકા રહ્યો છે.
આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે સરકારે 16 ચેકપોસ્ટ નાબુદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અને આર.ટી.ઓ.ની તમામ કામગીરી ઓનલાઈન કરી દેલામાં આલી છે.
આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં થનારા કાર્યક્રમોમાં કુપોષણને દેશવટો આપવા માટે ૩૦, ૩૧ જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ સહી પોષણ-દેશ રોશન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસના કામોની વિગતો રજૂ કરી હતી.
સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ ખાતે આયોજિત 71મા ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પણ રજૂ કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર જે.આર.પટેલની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ (હથિયારી/ બિન હથિયારી) સહિત વનપાલ સહાયક (મહિલા/ પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ્ઝ યુનિટ અને ગ્રામ રક્ષક દળ, આહવાની એકલવ્ય સ્કૂલના (ભાઇઓ/બહેનો) એસ.પી.સી. કેડેટ્સ, સરકારી માધ્યમિક શાળા, આહવાના એન.સી.સી. (ભાઈઓ/બહેનો) ગૃપ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ ખાતે એક સાથે 200થી વધુ વિઘાર્થીઓએ સામુહિક યોગ નિદર્શન રજૂ કર્યું હતું. સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ, દેશભક્તિ ગીત, પીટીસી કોલેજ વધઇ, ડાંગી નૃત્ય, તાલુકા શાળા વધઈ, દેશ ભક્તિગીત, જ્ઞાનદીપ વિઘામંદિર વધઈ, દેશભક્તિ ગીત, સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ, ગરબો, એકલવ્ય ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, વધઈ દેશભક્તિ ગીત, નવચેતન હાઈસ્કુલ, ઝાવડા, દેશભક્તિગીત, આદર્શ નિવાસી શાળા, વધઈ, રાસ ,માધ્યમિક શાળા, રંભાસ,ડાંગી નૃત્ય જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. તોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયુ હતું.
ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ ધ્વજવંદન બાદ કલેક્ટર એચ. કે. વઢવાણિયાના હસ્તે તાલુકા વિકાસ અધિકારી એમ. ડી. વણકરને વધઈ તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ધારાસભ્ય મંગળ ગાવિત, વધઈ તાલુકા પ્રમુખ સંકેત ભાઇ બંગાળ, વાસુર્ણા રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેક્ટર ટી. કે. ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામિત, નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી. આર. અસારી, પ્રાયોજના વહિવટદાર કે. જી. ભગોરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. સંજય શાહ, કાર્યપાલક ઇજનેરો સર્વ જે. કે. પટેલ, જી. એ. પટેલ, સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપરાંત, સામાજિક કાર્યકર ગાંડા પટેલ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ

ડાંગ જિલ્લામાં વઘઇમાં પ્રજાસ્તાક દિવસની ઉજવણી કરાઇ Intro:રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગો વધઈના ખુલ્લા આકાશમાં લહેરાવી, બા અદબ સલામી આપ્યા બાદ ડાંગ કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ તેમના પ્રજાજોગ સંદેશામાં ડાંગના પ્રજાજનોને રાજ્ય સરકાર વતી પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી, ઉજ્જવળ ભવિષ્યના આશિષ આપ્યા હતા.Body:દેશની આઝાદીમાં યોગદાન આપનાર વીર શહિદોને નમન કરી, ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનારા વ્યકિત વિશેષો સહિત જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલા ગૌરવનો ઉલ્લેખ કરીને કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ નિષ્ઠા સાથે હાથ ધરાયેલી કામગીરી બદલ સૌ અધિકારીઓ, કર્મયોગીઓ તથા યશ અપાવનારા નામી/અનામી સૌ લોકોને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
ડાંગ જિલ્લાની તથા રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવતા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના સૂપેરે અમલ થકી, જિલ્લાએ હાંસલ કરેલી લક્ષ સિદ્ધિઓ પણ વર્ણવી હતી. સરકાર દ્વારા દર વર્ષે ગરીબ કલ્યાણમેળાઓ યોજવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં ગત વર્ષે કુલ ૬,૮૬૩ લાભાર્થીઓને રૂ.૩૪.૯૨ કરોડની કીટ્સ તેમજ ચેક સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ડાંગ જિલ્લામાં સેવાસેતુ યોજાઇ રહેલ છે. જેમાં દરેક વિભાગની સેવાઓ ડાંગ જિલ્લાની પ્રજાને ધર આંગણે મળે છે. હાલમાં કુલ ૫૬ સેવાઓ કાર્યરત છે. જિલ્લાના ૩૧૧ ગામોને આવરી લઇ કુલ ૩૮ માંથી ૩૪ સેવાસેતુ કાર્યક્રમો યોજાયા છે. જેમાં કુલ ૪૬,૦૭૯ અરજીઓ આવેલ તેમાંથી કુલ ૪૬,૦૦૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. ડાંગ જિલ્લામાં ૩૧૧ ગામોમાં પીવાનું પાણી પુરૂ પાડવા માટે ૨૭ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ૧૪૫ ગામોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે છે. વાસ્મો દ્વારા ધર ધર કનેકશન આપવાની યોજના હેઠળ ૩૧,૪૮૧ ધર કનેકશન આપવામાં આવ્યા છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન ખેતીવાડી વીજ જોડાણની ડિસેમ્બર-૨૦૧૯ અંતિત કુલ ૪૦૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.પ્રભાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડાંગ જિલ્લામાં કુલ ૫૮,૭૭૩ ખેડૂતોને રૂા.૧૧૭૫.૪૬ લાખની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે.
શિક્ષણ ક્ષેત્રે સર્વશિક્ષા અભિયાન દ્વારા ૧૬૮ સિઝનલ હોસ્ટેલમાં કુલ ૭૦૦૬ બાળકોને લાભ આપવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનો ડ્રોપઆઉટ રેશિયો સને ૨૦૦૨-૦૩ ના વર્ષમાં ૧૪.૦૫ ટકા હતો જે ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ધોરણ- 1 થી ૫ માં ૪.૦૨ ટકા અને ધો.૧ થી ૮ માં ૫.૪૪ ટકા રહ્યો છે. જે શિક્ષણની જિલ્લામાં થયેલ પ્રગતિ સૂચવે છે. આર.ટી.ઓ.ની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે સરકારે ૧૬ ચેકપોસ્ટ નાબુદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. અને આર.ટી.ઓ.ની તમામ કામગીરી ઓનલાઈન કરી દીધી છે. ડાંગ જિલ્લાના પ્રજાજનો હંમેશા સુખી અને સમૃદ્ધ રહે તેવા આશીર્વચન સાથે શ્રી વઢવાણિયાએ, વિકાસની અવિરત દોડમાં સૌને સહભાગી થવાની પણ હાકલ કરી હતી. તેમજ રાજ્યમાંથી કુપોષણને દેશવઠો આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ દાહોદથી રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં હાથ ધરાનારા કાર્યક્રમો કુપોષણને દેશવટો આપવા માટે તા.૩૦,૩૧ અને 1 ફેબ્રુઆરીના રોજ સહી પોષણ-દેશ રોશન જેવા કાર્યક્રમો યોજાનાર છે. અને પ્રવાસન ક્ષેત્રે વિકાસના કામોની વિગતો રજુ કરી હતી.
શિસ્તબદ્ધ પરેડ ઃ
સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા, વધઈ ખાતે આયોજિત ૭૧માં ગણતંત્ર દિવસ ઉજવણીના કાર્યક્રમમાં શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ પણ રજુ કરવામાં આવી હતી. પરેડ કમાન્ડર શ્રી જે.આર.પટેલની આગેવાની હેઠળ આહવા ખાતે પોલીસ (હથિયારી/બિન હથિયારી)ની પ્લાટુન સહિત વનપાલ સહાયક (મહિલા/પુરૂષ), પોલીસ બેન્ડના જવાનો, હોમગાર્ડ્ઝ યુનિટ અને ગ્રામ રક્ષક દળ, આહવાની એકલવ્ય સ્કૂલના (ભાઇઓ/બહેનો) એસ.પી.સી. કેડેટ્સ,સરકારી માધ્યમિક શાળા,આહવાના એન.સી.સી.(ભાઈઓ/બહેનો) ગૃપ દ્વારા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આકર્ષક પરેડ રજુ કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૪ યુવક/યુવતિઓ, જવાનોએ જોમ અને જુસ્સા સાથે ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમે આવેલી પ્લાટુનને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ ખુલ્લી જીપમાં ફરીને પરેડનું નિરીક્ષણ કરી, સૌનું અભિવાદન પણ ઝીલ્યુ હતું.
માહિતીપ્રદ ટેબ્લોઝ ઃ
પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે અહીં જિલ્લાની જુદી જુદી કચેરીઓ દ્વારા માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. જેમાં નાયબ વન સંરક્ષક શ્રી દક્ષિણ/ઉત્તર વિભાગ આહવા દ્વારા વન થકી લોકવિકાસ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,આહવા-ડાંગ દ્વારા કુપોષણ મુક્તિ ગુજરાત,પ્રાયોજના વહીવટદાર કચેરી,આહવા દ્વારા ડેરી વિકાસ આચાર્યશ્રી આઈ.ટી.આઈ.આહવા દ્વારા કૌશલ્ય તાલીમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા સેન્દ્રિય ખેતી અને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ, મદદનીશ બાગાયત નિયામક આહવા દ્વારા સજીવ અને રક્ષિત ખેતી પધ્ધતિ,મદદનીશ પશુપાલન નિયામક કચેરી દ્વારા આદર્શ પશુપાલન,જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન,વિકલાંગ સાધન સહાય,પાલક માતા-પિતા યોજના અને કચેરીને લગતી યોજનાઓ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ,કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કચેરી દ્વારા નલ સે જલ અંતર્ગત ધર ધર નળ કનેકશન યોજના,સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી,પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા સેવા સુરક્ષા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા મનરેગા યોજના અંતર્ગત સ્થળ ઉપર કરવામાં આવતા વ્યક્તિગત/સામુહિક કામોની થીમ,પીએમઓવાય યોજના હેઠળ પૂર્ણ આવાસ અને આવાસનું બાંધકામ ચાલુ,ઓડીએફ ગામ,સ્વસહાય જૂથ દ્વારા કરાતી આર્થિક પ્રવૃત્ત્િાઓ,૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વિગેરે ટેબ્લોઝની ઝાંખી રજુ કરાઈ હતી.
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઃ
સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા,વધઈ ખાતે એક સાથે ર૦૦ થી વધુ વિઘાર્થીઓએ સામુહિક યોગ નિદર્શન રજુ કરી વાતાવરણને સ્ફૂર્તિમય બનાવ્યું હતુ. યોગ નિદર્શન બાદ અહીં , સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા,વધઈ,દેશભક્તિ ગીત, પીટીસી કોલેજ વધઇ,ડાંગી નૃત્ય,તાલુકા શાળા વધઈ,દેશ ભક્તિગીત,જ્ઞાનદીપ વિઘામંદિર વધઈ,દેશભક્તિગીત,સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા,વધઈ,ગરબો,એકલવ્ય ઈંગ્લીશ મીડીયમ સ્કુલ,વધઈ દેશભક્તિગીત,નવચેતન હાઈસ્કુલ,ઝાવડા, દેશભક્તિગીત,આદર્શ નિવાસી શાળા,વધઈ,રાસ,માધ્યમિક શાળા,રંભાસ,ડાંગી નૃત્ય જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કર્યા હતા. જોશભેર રજુ થયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અંદાજી ૬૫૦થી વધુ બાળ કલાકારોએ તેમનામાં રહેલી કળાના દર્શન કરાવ્યા હતા. મહાનુભાવોએ તેમની આ કળાકૃતિઓને બિરદાવતા રોકડ પારિતોષિકોથી નવાજ્યા હતા. પ્રથમ ત્રણ ક્રમે આવનારી શાળાઓને ઇનામોનું પણ વિતરણ કરાયુ હતું.
ચેક, ટ્રોફિ, પારિતોષિકો અને સન્માનપત્રોનું વિતરણ ઃ
ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમ બાદ કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના હસ્તે તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ.ડી.વણકરને વધઈ તાલુકાના વિકાસ માટે રૂા.રપ લાખનો ચેક અર્પણ કરાયો હતો. સાથે આહવા તાલુકાના હનવતચૌંડ ગામના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રૂા.પ લાખ, અને સુબિર તાલુકાના માળગા ગામના વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારીને રૂા.પ લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બેંકલોન ધિરાણના ઓમ સાંઇ સખીમંડળ,આહવાને રૂા.૭૦ હજારનો ચેક,જાગૃતિ સખી મંડળ,નિરગુળમાળને રૂા.૫૦ હજાર, મહિલા સખી મંડળ-કોસંબિયા,ગ્રામસખી સંધ-ગોદડિયા,ગ્રામ સખી સંધ-વાનરચૌંડ એમ ત્રણે મંડળોને રૂા.૭,૦૦,૦૦૦/- ના ચેકો વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઈન્સપાયર એવોર્ડ માનાંક અંતર્ગત ‛ગટર કલીનર’ કૃતિ એશિયન ઈન્ડિયા ગ્રાસરૂટ ઈનોવેશન ફોરમ-૨૦૧૯માં ફિલીપાઈન્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ડાંગની દિકરી આશાબહેન એસ.પવાર અને શિક્ષક શ્રી શિવાનંદ દશરથભાઇ પટેલ, ૧૦૮ની ઇમરજન્સી સેવાના કર્મયોગીઓને સન્માનવા સાથે, હોમગાર્ડઝ,આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓ, શ્રેષ્ઠ રમતવીરો, ખેલ મહાકુંભમાં અંડર-૧૪ ખો-ખોની રમતમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર બીલીઆંબા સ્કુલ,નેશનલ લેવલની ગ્રીન યોર સ્કુલ કોન્ટેસ્ટ-૨૦૧૯ માં દેશભરમાં પ્રથમ ક્રમે આવનાર પ્રાથમિક શાળા ચિકટિયાના શિક્ષકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.
Conclusion:મહાનુભાવોની ઉપસ્થિતિ ઃ
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ ઉજવણીના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મંગળભાઈ ગાવિત,વધઈ તાલુકા પ્રમુખ શ્રી સંકેતભાઇ બંગાળ,વાસુર્ણા રાજવીશ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, શ્રી પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારી શ્રી કાજલબેન ગામીત,નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.આર.અસારી, પ્રાયોજના વહિવટદાર શ્રી કે.જી.ભગોરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સંજય શાહ, કાર્યપાલક ઇજનેરો સર્વશ્રી જે.કે.પટેલ, જી.એ.પટેલ, સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપરાંત, સામાજિક કાર્યકર શ્રી ગાંડાભાઇ પટેલ, અગ્રણીઓ, પ્રજાજનો, વિઘાર્થીઓ, શિક્ષકો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમના ઉદ્ધોષક તરીકે સરકારી માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલ અને વધઇના બી.આર.સી. શ્રી શૈલેષભાઇ માહલાએ સેવા આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલેકટરશ્રી તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. અને વધઇ તાલુકાના ભરવાડ ફળિયાની આંગણવાડી મુલાકાત લીધી હતી.