ETV Bharat / state

સાપુતારા ઘાટમાર્ગ પર ભેખડ સાથે ટ્રક અથડાતા ચાલકનું મોત - Dang district accident news

ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા સાપુતારા ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક બેકાબૂ બની માર્ગની સાઈડમાં આવેલી ભેખડ સાથે ભટકાતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રક ભેખડ સાથે ભટકાતા ચાલકનું મોત

author img

By

Published : Jul 31, 2020, 10:09 PM IST

ડાંગ: શુક્રવારે મહારાષ્ટ્ર રાજ્યના કલવણ તરફથી ડુંગળીનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલી એક ટ્રક સાપુતારાથી શામગહાનને સાંકળતા સાપુતારા ઘાટમાર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ચલાવતી વખતે ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ ટ્રક બેકાબૂ બની માર્ગની સાઇડ પર આવેલી ભેખડ સાથે ભટકાતા ટ્રકચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું તેમજ ટ્રકને પણ એક સાઈડ પર નુકસાન થયું હતું.

આ અકસ્માતમાં ક્લીનરને પણ નજીવી ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે શામગહાન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.