ડાંગ : ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો જે પહાડી વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પહાડોમાં ઘનઘોર વૃક્ષો આવેલ છે. જેમાં મહુડાનાં વૃક્ષો પણ મોટી સંખ્યામાં આવેલ છે. આ મહુડાનું વૃક્ષ દરેક રીતના અહીંના આદિવાસીઓ માટે ફળદાયી નીવડે છે. મહુડાનાં ફળ અને ફૂલમાંથી આદિવાસીઓ પૂરક રોજગારી પ્રાપ્ત કરે છે. ઉનાળાની ઋતુમાં માર્ચ મહિના બાદ મહુડાનાં વૃક્ષો ઉપર ફૂલ આવવાનુ ચાલુ થાય છે. જે ફૂલો રાત દિવસ ખરતાં હોય છે. ત્યારે અહીંના આદિવાસીઓ આ ફૂલ વીણીને તેને સુકવ્યા બાદ બજારમાં વેચીને આવક પ્રાપ્ત કરે છે. શામગહાન ગામના તુલસીરામભાઈ પવાર જણાવે છે કે, ઉનાળાની ઋતુમાં મહુડાનાં ફૂલોને તેઓ સૂકવીને બજારમાં વેચે છે. જ્યારે જૂન મહિનામાં આ વૃક્ષ ઉપર ફળ આવવાનુ ચાલુ થાય છે. જેને પણ તેઓ ફળનું પડ કાઢી નાખ્યા બાદ તેને સુકવે છે. ત્યારબાદ આ ફળમાંથી તેલ પણ કાઢી શકાય છે. આ તેલને ખોરાક તરીકે તરીકે ઉપયોગમાં લેવાય છે.
ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે મહુડાનું વૃક્ષ કલ્પવૃક્ષ સમાન
ડાંગ જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ અને ફૂલમાંથી પૂરક રોજગારી મેળવે છે. મહુડાનું વૃક્ષ ઔષધીય દવા તરીકે ખૂબ જ વખણાય છે. વૃક્ષની દરેક વસ્તુઓ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શરદી,ખાંસી, તાવ જેવી બીમારીઓ માટે મહુડાનાં ફળ ઘણાં ઉપયોગી નીવડે છે.