- વિધાનસભાની પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ
- ભાજપ-કોંગ્રેસ આમને-સામને
- ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે સભાનું આયોજન
- ડાંગ બેઠકની પેટાચૂંટણીને પગલે કોંગ્રેસ મેદાને
- કાલીબેલ ગામે કોંગ્રેસી કાર્યકરો સાથે મળીને યોજી સભા
ડાંગ: 3 નવેમ્બરનાં રોજ યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ મેદાને ઉતર્યા છે. મત મેળવવા માટે બંને પક્ષ અકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ડાંગ બેઠકની પેટાચૂંટણીને પગલે પ્રચાર- પ્રસાર માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સભાઓ યોજી રહ્યા છે, ત્યારે વઘઇ તાલુકાના કાલીબેલ ગામે કોંગ્રેસી કાર્યકરો સાથે મળીને સભા યોજી હતી. જેમાં ઉપસ્થિત લોકોને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ યોજી સભા
ડાંગ બેઠકની પેટાચૂંટણીને પગલે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છેે. રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે ડાંગના વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેવડિયા ખાતે આદિવાસીઓને થયેલા અન્યાય તેમજ ડાંગમાં તાપી પર રિવર લિંકમાં ડાંગના 33 ગામોને વિસ્થાપિત કરવાની વાતો છે. જેમાં કોંગ્રેસ પાર્ટી આદિવાસીઓની સાથે રહેશે અને લડત ચલાવશે. ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો છે, ત્યારે તેમનો વિકાસ નથી થતો અને ભાજપના જે ઉમેદવાર છે એ મનરેગામાં અનેક કૌભાંડ કર્યા છે.જેમાં પણ ન્યાય માટે લોકો આજે લડી રહ્યા છે.