ડાંગ: જિલ્લામાં વિષમ ડુંગરાળ પરિસ્થિતિના પગલે આદિવાસીઓ માત્ર ચોમાસાની ખેતી કરી બાકીનાં 8 મહિના જિલ્લા બહાર શેરડીનાં ખેતરોમાં મજૂરી અર્થે સ્થળાંતર કરતા હોય છે. હાલ કોરોનાનાં હાહાકાર વચ્ચે દેશભરમાં ધંધો રોજગાર ઠપ્પ થઈ જતા ડાંગનાં આદિવાસીઓનું જીવન ધોરણ ખોરવાય ગયું છે.
આવી કપરી પરિસ્થિતિમાં ડાંગ કલેક્ટરની આગવી સૂઝનાં કારણે ડાંગ વહીવટી તંત્ર અને સ્થાનિક કોન્ટ્રાક્ટરો જિલ્લાનાં આદિવાસીઓ પર આવી પડેલી આપત્તિમાં સેવાની સરવાણી થઈ છે. ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે ડામોરનાં માર્ગદર્શન હેઠળ સ્થાનિક કોન્ટ્રાક્ટર એવા યુનિટી કન્ટ્રક્નશના માલિક રાજેશભાઇ આહિરે દ્વારા ડાંગનાં ગરીબ લોકો માટે અનાજ તેલ શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓની 1500 જેટલી કીટ વિતરણ કરવામાં આવી છે.
દેશભરમાં કોરોના મહામારી સામે લડવા તંત્ર સાથે લાકો પણ આગળ આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા સેવા માટે દાખવેલી ઉદારતાને ડાંગ જિલ્લાનાં આદિવાસીઓએ બિરદાવી હતી.