ETV Bharat / state

સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ આહવા દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઇ

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Dang
author img

By

Published : Nov 18, 2019, 10:31 PM IST

આહવાની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આહવા નગરની શેરીઓ અને મહોલ્લામાં શાળાના બાળકોએ વ્યસન મુક્તિ રેલી કાઢી લોકોને નશાથી દુર રહેવા અને વ્યસન મુક્ત બનવાનો સંદેશો આપ્યો હતો. આ સાથે જ વ્યસનથી થતી જીવલેણ બિમારીઓ વિશેનો ગંભીર સંદેશ નારા દ્વારા પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

વ્યસન મુક્તિના આ કાર્યક્રમમાં હેલ્થ ડાયરેકટર ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન પૂણેના ઓગસ્ટીન ડેનિયલ,સાઉથ ગુજરાત રીજયન, નવસારીના ડાયરેકટર અશોક કાંબળે, આહવાના મહેન્દ્ર સકટે સહિત શિક્ષકગણ અને વિઘાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય શાખાના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામર રસીલાબેન ચૌધરીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, સેવન્થ ડે એડવેન્ટીસ્ટ,ઈંગ્લિશ મિડીયમ સ્કુલ દ્વારા વ્યસન મુક્તિ અંગે જાહેર રેલીનો કાર્યક્રમ યોજાયો હતો.Body:વ્યસન મુક્તિનો આ કાર્યક્રમમાં હેલ્થ ડાયરેકટર ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન પૂણે ના શ્રી ઓગસ્ટીન ડેનિયલ,સાઉથ ગુજરાત રીજયન,નવસારીના ડાયરેકટર શ્રી અશોક કાંબળે,આહવાના શ્રી મહેન્દ્ર સકટે, સેવન્થ ડે સ્કુલ,આહવાના શ્રી વિનોદ આવળે,શિક્ષકગણ અને વિઘાર્થીઓ ઉપસ્થિતિ રહયા હતા.
આહવા નગરની શેરીઓ અને મહોલ્લામાં શાળાના બાળકોએ વ્યસન મુક્તિ રેલીના માધ્યમથી લોકોને નશાાથી દુર રહેવા અને વ્યસન મુક્ત બનવા તથા તેનાથી થતી જીવલેણ બિમારીઓ વિશેનો ગંભીર સંદેશ નારા દ્વારા પહોંચાડી લોકજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.Conclusion:પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય શાખાના નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામર રસીલાબેન ચૌધરી એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શાળા પરિવારે સૌનો આભાર માન્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.