ડાંગ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં આજે ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક હમેશાં તૈનાત રહેતા એવા આજે 108ના પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ડાંગના દરેક 108 પાયલોટોને કોરોના વોરિયર્સના બેજ તથા ચોકલેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લો અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોવાથી અહીં પહાડો અને ડુંગરો જોવા મળે છે. તથા આ પહાડોની વચ્ચે વાંકાચૂકા વળાંક વાળા રસ્તાઓ છે. આરોગ્યની ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક તૈનાત એવા 108ના પાયલોટ હમેશા લોકોની સેવાઓ માટે હાજર હોય છે. ચોમાસામાં ધોધમાર વરસાદ હોય કે ઉનાળાની કાળઝાળ ગરમી આ તમામ પરિસ્થિતિઓમાં તેઓ સેવા માટે તૈયાર જ હોય છે.
કોરોના મહામારી વચ્ચે પણ આ 108ના પાઇલટનો ફાળો અમૂલ્ય રહ્યો છે. ત્યારે આજે પાયલોટ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય સેવાની ઇમરજન્સી સેવા માટે કાર્યરત એવા 108ના પાઇલોટને આજે આહવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સનો બેજ અને ચોકલેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કપરી પરિસ્થિતિઓમાં પણ આ પાયલોટ દ્વરા દર્દીને દવાખાને પહોંચાડવામાં આવે છે. ત્યારે ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ અક્ષય જી. પંચાલ આહવા ડાંગ દ્વરા પાઇલોટ દિવસ નિમિત્તે તમામ108 પાઇલોટ મિત્રોનો આભાર માન્યો હતો. અને આ પાઇલોટોનો ઉત્સાહ વધારવા માટે તેઓને આજે ખાસ રિતના સન્માનિત કરવામાં આવ્યા હતા.