ETV Bharat / state

સાપુતારા ખાતે યોજાયો નેશનલ સ્પોર્ટ્સ ડે, ઉભરતા ખેલાડીઓનું સન્માન કરાયું

ડાંગ, ગુજરાત અને હવે તો સમગ્ર દેશના બે અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતની મહેનત અને સફળતાથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતા રાજ્યના રમતગમત પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઉભરતા સિતારાઓ એવા બાળ અને યુવા રમતવીરોને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.

etv bharat
સાપુતારા ખાતે યોજાયો નેશનલ સ્પોર્ટ્સ ડે
author img

By

Published : Aug 29, 2020, 8:20 PM IST

ડાંગ: ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસભર્યા માહોલ વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રધાને, તત્કાલિન મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે રાજ્યસ્તરની વિવિધ ઉજવણીઓને તાલુકા અને જિલ્લા સ્તરે લઈ જવાનો સિલસિલો શરૂ થયો હતો. જેના કારણે ગ્રામ્ય કક્ષાએથી પણ નવી નવી પ્રતિભાઓ દેશને મળી છે તેમ જણાવ્યું હતું.

etv bharat
સાપુતારા ખાતે યોજાયો નેશનલ સ્પોર્ટ્સ ડે
રાજ્યના ઉભરતા ખેલાડીઓ માટે સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અમલી બનાવીને સધિયારો પૂરો પાડ્યો છે. તેમ જણાવી પ્રધાન, રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાને ડાંગની દીકરી કુ. સરિતા ગાયકવાડનું "એશિયન ગેમ્સ" ની ટિમ ઈવેન્ટ માં "ગોલ્ડ મેડલ" મેળવવા બદલ વિશેષ સન્માન કરીને, નિયત પ્રાઇસમની કરતા વધુ રકમ કુલ રૂ.1 કરોડ આપીને સન્માનિત કરી હતી. જ્યારે વડાપ્રધાનના 68માં જન્મ દિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ વતી બીજા રૂ. 68 લાખનું રોકડ પારિતોષિક અર્પણ કરાયું હતું.આગામી દિવસોમાં સરિતાને રાજ્ય સરકાર કલાસ-1 ની નોકરી પણ આપી રહી છે તેમ જણાવી પ્રધાને મુરલી ગાવીતને પણ સરકાર તમામ મદદ કરી રહી છે તેમ ઉમેર્યું હતું.
etv bharat
સાપુતારા ખાતે યોજાયો નેશનલ સ્પોર્ટ્સ ડે
સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ સાધનાની સંસ્કૃતિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી યુ.એન. એ પણ સ્વીકારી, પરિણામે દર વર્ષે 21મી જૂન "વિશ્વ યોગ દિવસ" તરીકે ઉજવાય છે. યોગની આ વિરાસત અને પરંપરા ભારતને જગતજનની-વિશ્વગુરુ બનાવવાની દિશા તરફનું આગેકદમ છે, તેમ જણાવતા પ્રધાને યોગ અને પ્રાણાયામની અનિવાર્યતા જોતા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ તાજેતર રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 1 લાખ "યોગ ટ્રેનર્સ" તૈયાર કરવાની નેમ વ્યક્ત કરી છે. તેમ પણ જણાવ્યું હતું.આપણે ભારતની પારંપરિક ઘર બેઠા રમાતી રમતોને નવી અને આકર્ષક રીતે પ્રસ્તુત કરીએ તેમ જણાવતા પ્રધાને ઈશ્વરસિંહ પટેલે, "હમ ફિટ, તો ભારત ફિટ" ના મંત્ર સાથે 15 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર સુધી ચાલી રહેલી "ફિટ ઇન્ડિયા મુવમેન્ટ" અંતર્ગત દેશમાં અનોખી જનચેતના જગાવવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.ગ્રામીણ ઓલોમ્પિક્સ, ખેલ મહાકુંભ, કલા મહોત્સવ, શાળાકીય રમત મહોત્સવો જેવા ઉત્સવો-સ્પર્ધાઓના આયોજન સાથે રાજ્ય સરકાર સુષુપ્ત પ્રતિભાઓ ને બહાર લાવી રહી છે તેમ જણાવતા પ્રધાને રાજ્ય સરકાર રમત ગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, કલા અકાદમી વેગેરેના માધ્યમથી ખેલ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.દરમિયાન સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા રમત ગમત અધિકારી વિરલ પટેલ તથા તેમની ટીમ, અને સિનિયર કોચ અલકેશ પટેલ તથા તેમની ટીમે આનુશાંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી.કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો અશોકભાઈ ધોરજીયા અને પી.પી.સ્વામીજી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, જિલ્લા રજિસ્ટ્રાર સુરેન્દ્રભાઈ ભોયે, પ્રધાનના પર્સનલ સેક્રેટરી એચ.એમ.પટેલ, માહિતી વિભાગની ટીમ, ડાંગના ઉભરતા ખેલાડીઓ, રમતપ્રેમીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના ભાગરૂપે પ્રધાન સહિતના મહાનુભાવો ના હસ્તે ડાંગના ખેલાડીઓનું સન્માન અભિવાદન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.