- બ્લડ બેંકમાં હોલ બ્લડ છૂટું પાડવાનું મશીન ઉપલબ્ધ કરવા માગ
- બ્લડ છૂટું પાડવાનું મશીન ન હોવાથી દર્દીઓને મુશ્કેલીઓ
- સમાજ સેવા કાર્ય સાથે સંકળાયેલા મંડળ દ્વારા અરજી
ડાંગ: જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં પ્રજાની માંગણીઓને ધ્યાને રાખીને બ્લડ બેંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત મહિનામાં રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા આ બ્લડ બેંક શરું કરવામાં આવી હતી. બ્લડ બેંક શરૂઆત થતાં ડાંગ જિલ્લાનાં લોકોને હવે અન્ય જિલ્લાઓમાં જવું પડતું નથી.
દંડકેશ્વર સ્વંયસેવક મંડળ દ્વારા કલેક્ટરને અરજી
આહવા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં ફક્ત હોલ બ્લડ જ ઉપલબ્ધ હોય છે. અને ઘણા દર્દીઓને હોલ બ્લડ ચડતું નથી. જેથી તેઓને છૂટું પાડેલું હોલ બ્લડ ચડાવવાની ફરજ પડે છે. ત્યારે આહવામાં આવેલા દંડકેશ્વર સ્વંયસેવક મંડળ દ્વારા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા માગ કરવામાં આવી છે કે, આહવા સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં હોલ બ્લડ છૂટું પાડવાનું મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવે જેથી જિલ્લાનાં ગરીબ પરિવારોને અન્ય જિલ્લામાં જવું ન પડે અને હોસ્પિટલમાં જ બ્લડ ને લગતી તમામ સુવિધાઓ મળી રહે.