- 5 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા
- ગત 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા
- ડાંગ જિલ્લામાં કુલ 65 એક્ટિવ કેસ
ડાંગ : જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 287 કેસ નોંધાયા છે, જેમાંથી 222 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ ડાંગ જિલ્લામાં કુલ 65 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દીઓ હોસ્પિટલમાં તેમજ 47 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ડાગમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા
કોરોના પોઝિટિવ દર્દીઓ સિવિલ તેમજ હોમ આઇશોલેટ કરાયા
એક્ટિવ કેસ પૈકી 14 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 4 દર્દીઓ નિયુક્ત કોવિડ હેલ્થ સેન્ટરમાં (આયુર્વેદિક હોસ્પિટલ) કરાયા, અને 47 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. "કોરોના સંક્રમણ"ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 891 વ્યક્તિઓને હોમ કવોરન્ટાઇન કરાયા છે, જ્યારે 7,193 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઇન પૂર્ણ થયા છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
કોરોનાના વધતા કેસોને લઈ જિલ્લા કલેક્ટરનુ જાહેરનામુ
જિલ્લામાં આજની તારીખે કુલ 68 કન્ટેનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 277 ઘરોને આવરી લઈ 1,209 વ્યક્તિઓને કવોરન્ટાઇન કરાયા છે. જ્યારે 65 બફર ઝોન (એક્ટિવ)માં 464 ઘરોને સાંકળી લઈ 1,952 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો, સમગ્ર જિલ્લામાંથી 177 RTPCR અને 135 રેપિડ એન્ટિજન ટેસ્ટ મળી કુલ 312 સેમ્પલ્સ કલેક્ટ કરાયા છે. જે પૈકી 177 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 41,224 લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી 287 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.