ડાંગ: ઠેર ઠેર નિચાણવાળા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. ઘાટ માર્ગમા ભુસ્ખલન, વૃક્ષો વિગેરે ઘરાશાઇ થતા જનજીવન પ્રભાવિત થયુ છે. ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા 219.75 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાના 29 માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. શામગહાન-સાપુતારા નેશનલ હાઈ વે હજી પણ વાહન વ્યવહાર માટે બંધ છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ
ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 5715 મીમી : ડાંગમાં જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન 193 મીમી, વઘઇનો 247 મીમી, સુબિર તાલુકાનો 270 મીમી, અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો 169 મીમી મળી જિલ્લામા કુલ 879 મીમી વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 219.75 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ 5715 મીમી એટલે કે સરેરાશ 1428.75 મીમી વરસાદ નોંધાઇ ચુક્યો છે.
માર્ગ પરથી પાણી પસાર થતા વાહન ચાલકોને હાલાકી : વઘઈથી વાંસદા જતા માર્ગમાં નેશનલ પાર્ક નજીક માર્ગ પરથી પાણી પસાર થતા વાહન ચાલકોને હાલાકી, ડાંગ જિલ્લાના વઘઈ નજીક આવેલા દક્ષિણ વન વિભાગ ના વાસદા નેશનલ પાર્ક નજીક વઘઈ વાંસદા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે માર્ગો પર પાણી આવવાના બનાવો બનાવવા પામ્યા છે.
તંત્રની ચાંપતી નજર : ડાંગમા સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીંની પૂર્ણાં, અંબિકા, ખાપરી, અને ગીરા નદીઓમા ઘોડાપુરની સ્થિતિ સર્જાવા પામી છે. જેને લઈને હેઠવાસના જિલ્લાઓ ખાસ કરીને નવસારી અને સુરત સાથે, જિલ્લાના ડિઝાસ્ટર તંત્રે સતત સંપર્ક સેતુ જાળવી, અગમચેતીના પગલા હાથ ધરવાની અપીલ કરી છે. ડાંગમા ઠેર ઠેર નિચાણવાળા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, તો ઘાટ માર્ગમા ભુસ્ખલન, વૃક્ષો વિગેરે ઘરાશાઇ થતા જનજીવન પ્રભાવિત થયુ છે. જિલ્લા કલેકટર ભાવિન પંડયા સતત સ્થિતિ ઉપર નજર રાખી, લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ
ડાંગ જિલ્લાના આ માર્ગો અસરગ્રસ્ત થયા : ડાંગમાં ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના 29 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ રોડ, બારીપાડા-રાનપાડા-ભાપખલ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, બંધપાડા વી.એ. રોડ, શિંગાણા-ધુલદા રોડ, ચીખલી-લવચાલી રોડ, પીપલાઈદેવી-જુન્નેર-ચીંચવિહીર રોડ, લવચાલી-ચિંચલી રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, આંબાપાડા વી.એ.રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ, ખાતળ-માછળી રોડ, ચીખલદા વી.એ.રોડ, ખાતળ ફાટક થી ઘોડી રોડ, સુસરદા વી.એ.રોડ, ધાનગડી-કાનત ફળિયા રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, કુડકસ-કોશિમપાતળ રોડ, ઢાઢરા વી.એ.રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, પાતળી-ગોદડીયા રોડ, ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ અને દોડીપાડા-ચિકાર ફળિયા રોડ યાતાયાત માટે બંધ થવા છે. આ માર્ગો બંધ થવાથી 49 ગામો અસરગ્રસ્ત થવા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.