ETV Bharat / state

ડાંગ જિલ્લામાં પાંચ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ, 24 કલાકમાં નોંધાયો આટલો બધો વરસાદ

ડાંગ જિલ્લામાં વરસાદને લઇને જિલ્લાના પાંચ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે 8 ગામો પ્રભાવિત થયાં છે. ડાંગમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સરેરાશ 87.85 મીમી વરસાદ નોંધાયો છે. Heavy Rain in Dang , Five Roads closed to traffic in Dang

ડાંગ જિલ્લામાં પાંચ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ, 24 કલાકમાં નોંધાયો આટલો બધો વરસાદ
ડાંગ જિલ્લામાં પાંચ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ, 24 કલાકમાં નોંધાયો આટલો બધો વરસાદ
author img

By

Published : Sep 16, 2022, 8:33 PM IST

ડાંગ ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના ( Heavy Rain in Dang ) પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે.આ ચોવીસ કલાક દરમિયાન આહવા તાલુકામાં 114 મીમીમાંથી 92 મીમી વરસાદ નોંધાયો હતો. સુબીર તાલુકાનો 96 મી.મી. સાપુતારા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં 49 મી.મી. ડાંગ જિલ્લામાં કુલ 351 મી.મી. વરસાદ પડ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદને લઇને જિલ્લાના પાંચ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ ( Five Roads closed to traffic in Dang ) કરવામાં આવ્યાં છે. ડાંગ જિલ્લામાં 24 કલાક દરમિયાન સરેરાશ 87.85 મીમી નોંધાતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ડાંગમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સરેરાશ 87.85 મીમી વરસાદ નોંધાયો

કેટલો વરસાદ નોંધાયો જિલ્લા પૂર નિયંત્રણ એકમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આહવા તાલુકામાં આ ચોવીસ કલાક દરમિયાન 114 મીમી (મોસમનો કુલ વરસાદ 2520 મીમી), 92 મીમી વરસાદ ( Heavy Rain in Dang ) નોંધાયો છે. કુલ 2425 મી.મી., સુબીર તાલુકાનો 96 મી.મી. કુલ 2288 મી.મી., અને સાપુતારા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 49 મી.મી. કુલ 2622 મીમી. જિલ્લામાં કુલ 351 મીમી. અહીં સરેરાશ વરસાદ 87.85 મીમી વરસાદનું પ્રમાણ નોંધાયું છે. આ સાથે ચાલુ વર્ષ માટે ડાંગ જિલ્લામાં મોસમનો સરેરાશ 2463.75 મી.મી. વરસાદ નોંધાયો છે.

કુલ આઠ ગામોને અસર ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને કારણે 16મીએ સાંજે 4 વાગ્યાથી જિલ્લામાં પાંચ રસ્તાઓ અને લોઅર લેવલ બ્રિજ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં. ડાંગમાં ભારે વરસાદમાં ( Heavy Rain in Dang ) આ રસ્તાઓ બંધ થવાના કારણે કુલ આઠ ગામોને અસર થઈ છે. ગિરીમથક સાપુતારાના ઘાટ રોડમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ આ રસ્તાઓનો ઉપયોગ બંધ કરાયો છે.ત્યારે તંત્ર લોકોને સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

વાહનોની અવરજવર માટે બંધ રોડ જિલ્લામાં અસરગ્રસ્ત રસ્તાઓ પૈકી માત્ર બે સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ અને આહવા તાલુકાના બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ સિવાય નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ખાતળ ફાટકથી ઘોડી,અને માછળી-ચીખલા-દિવડયાવન રોડ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન જિલ્લામાં અનેક માર્ગો પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન ( Landslide due to heavy rains ) થયું છે.ડાંગમાં ભારે વરસાદના ( Heavy Rain in Dang ) કારણે રસ્તાઓ પર કાદવ અને પથ્થરો પડ્યાં છે, કેટલીક જગ્યાએ વીજ થાંભલા અને વીજ લાઈનો પર વૃક્ષો પડી ગયા છે. જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.