ETV Bharat / state

ડાંગ જિલ્લાના કુલ 2 લાખથી વધુ લોકોને એપ્રિલનું રાશન વિનામૂલ્યે અપાશે - undefined

ડાંગ જિલ્લાના કુલ 2.03 લાખ રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી વિનામૂલ્યે રાશન વિતરણ થશે. કોરોના વાઈરસની લોકડાઉનની પરિસ્થિતિનાં કારણે ગરીબ, સાધારણ, આર્થિક સ્થિતવાળા લોકોને કેન્દ્ર સરકારે મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે ડાંગ જિલ્લાના ગરીબ રાશનકાર્ડ ધારકોને પણ લાભ મળશે.

ડાંગ જિલ્લાના કુલ 2,03,118 લોકોને એપ્રિલનું રાશન વિનામૂલ્યે અપાશે

author img

By

Published : Mar 31, 2020, 12:32 AM IST

ડાંગ : ભારતમાં કોરોના વાઇરસના કારણે લોક ડાઉનની પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે રોજનું કમાઇ ખાનારા, આર્થિક અને ગરીબ લોકો માટે કેદ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના આશરે 60 લાખ જેટલા શ્રમજીવી પરિવારોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને અનાજની તકલીફ ન પડે તે માટે 1 એપ્રિલથી મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં ડાંગ જિલ્લાના 2.03 લાખ રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે.

ડાંગ જિલ્લો જે બહુલક આદિવાસી વસ્તી ધરાવે છે, અહીં મોટા ભાગના લોકો ચોમાસુ આધારિત ખેતી પર નિર્ભર છે જ્યારે દિવાળી બાદ રોજીરોટી માટે અન્ય જિલ્લાઓ કે રાજ્યમાં સ્થળાંતર કરતાં હોય છે. હાલમાં કોરોના વાઇરસને કારણે રોજીરોટી કરી કમાઈ ખાનારા લોકોની વિકટ પરિસ્થિતિ બની છે. ડાંગ જિલ્લાની કુલ વસ્તી 2,28,291 છે. હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડાંગના ત્રણ તાલુકાનાં કુલ 38201 રેશનકાર્ડ લાભાર્થીઓ છે જેમની સંખ્યા 2,03,118 છે. આ તમામ NFSA કાર્ડ ધારકોને 1 એપ્રિલથી અનાજ વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું મફતમાં આપવામાં આવશે.

ડાંગ જિલ્લાના રેશન કાર્ડ ધરકોની વિગત

ડાંગના કુલ રેશનકાર્ડ ધારકો 38,201
કુલ લાભાર્થી 2,03,118

તાલુકાવાર લાભાર્થીઓની સંખ્યા

આહવા: 15,390 રેશનકાર્ડ ધારક, લાભાર્થી: 80,252
વઘઇ : 11,580 રેશનકાર્ડ ધારક, લાભાર્થી: 62,932
સુબિર: 11,231 રેશનકાર્ડ ધારક, લાભાર્થી: 59,934

હાલના કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સિસ્ટમ માંથી મુક્તિ આપવામાં આવી છે. ભુતકાળની સીસ્ટમ મુજબજ અનાજ વિતરણ કરવામાં આવશે. દરેક વ્યક્તિને કિલો દીઠ 3.5 કી.ગ્રા ઘઉં, ચોખા 1.5, 1 કી ખાંડ,1 કી મીઠું, 1 કી ચણા દાળ મળવા પાત્ર રહેશે.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવનારા લોકોની સંખ્યા વધુ પ્રમાણમાં છે, અને કોરોના વાઈરસની લોક ડાઉનની પરિસ્થિતિમાં રોજ કમાઈને મેળવનાર લોકોની પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે કેદ્ર સરકાર દ્વારા મફત અનાજ વિતરણનો નિર્ણય આ લોકો માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.