ETV Bharat / state

Flood damage in Dang : ડાંગમાં વરસાદથી મોતના કિસ્સામાં રોકડ સહાય ચૂકવણી શરુ - ડાંગમાં ભારે વરસાદ

ડાંગ જિલ્લામા ગત સપ્તાહ દરમિયાન ખાબકેલા અનરાધાર વરસાદે (Heavy rain in Dang) સર્જેલી તારાજીના દ્રશ્યો (Flood damage in Dang) પૂરના પાણી ઓસરતા સામે આવ્યા છે. ડાંગના વરસાદે 6 માનવ મૃત્યુ નોતર્યા જ્યારે 19 પશુ મૃત્યુ (Death due to rain in Dang ) પણ નોંધાયા છે.

Flood damage in Dang : ડાંગમાં વરસાદથી મોતના કિસ્સામાં રોકડ સહાય ચૂકવણી શરુ

author img

By

Published : Jul 20, 2022, 8:15 PM IST

Updated : Jul 20, 2022, 9:51 PM IST

ડાંગ- ડાંગમાં પડેલા ભારે વરસાદ (Heavy rain in Dang)બાદ વરસાદથી થયેલા નુકસાનની (Flood damage in Dang)વિગતો સામે આવી રહી છે. તો કાચા અને પાકા મકાન, ઘરોની નુકસાની સામે સહાય ચૂકવવાની કામગીરી પૂરજોશમાં રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પૂર અસરગ્રસ્તોને સહાય (Assistance to the flood affected) તાત્કાલિક મળી રહે તે માટે કાળજી લેવામાં આવી રહી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન ખાબકેલા અનરાધાર વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો પૂરના પાણી ઓસરતા સામે આવ્યા છે.

ડાંગમાં 9થી 19 જુલાઈ સુધી ભારે વરસાદ પડ્યો હતો

8 લાખની સહાય ચૂકવાઇ- ડાંગના ડીઝાસ્ટર કંટ્રોલ કક્ષના ચોપડે અંતિત નોંધાયેલા આંકડા મુજબ જિલ્લામા 9થી 19 જુલાઈ સુધીમાં 6 જેટલા માનવ મૃત્યુના કેસ (Death due to rain in Dang ) સામે આવ્યા છે. જે મુજબ જિલ્લાના (1) ધવલીદોડ ગામની 37 વર્ષની મહિલા સુમનબેન રાજેશભાઈ પવાર, (2) નિશાણાના 62 વર્ષિય બુઝુર્ગ માહદુભાઈ કોળગાભાઈ સામેરા, (3) ઢોંગીઆંબાના 13 વર્ષિય કિશોર નામે રોહિત જીતેશભાઈ દિવા, (4) વડપાડાના 38 વર્ષિય યુવક નવલભાઈ ભીખુભાઈ પાટીલ, (5) ખાતળના 55 વર્ષિય આધેડ રાસલ્યાભાઈ જાનુભાઈ પવાર, તથા (6) કડમાળના 67 વર્ષિય વડીલ ઈદરભાઈ મોહનભાઈ પવારનુ વરસાદી પાણીના પ્રવાહમા તણાઈ જવાથી મૃત્યુ નોંધાવવા પામ્યું છે. જે પૈકી બે કેસોમાં, કુલ 8 લાખની સહાય (Assistance to the flood affected )તેમના પરિવારજનોને ચૂકવવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદમાં 108 એમ્બ્યુલન્સ રહી ખડે પગે, વલસાડમાં 28 મહિલાઓની પ્રસૂતિ કરાવી

આ ઉપરાંત જિલ્લાના આહવા તાલુકામા 10 અને સુબિર તાલુકામાં 9 મળી કુલ-19 જેટલા પશુ મૃત્યુ પણ ડીઝાસ્ટરના ચોપડે (Death due to rain in Dang ) નોંધાયા છે. જે પૈકી 8 જેટલા કેસોમા કુલ–1 લાખ 54 હજારની સહાયની ચૂકવણી કરી દેવામા આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યના જળાશયો છલકાયા, ચાલો જાણીએ કયા જળાશયોમાં કેટલી પાણીની આવક

108 કેસોનુ સર્વે - માનવ તેમજ પશુ મૃત્યુ ઉપરાંત જિલ્લામા અંતિત કાચા અને પાકા મકાનોને થયેલા સંપૂર્ણ કે અંશત: નુકશાનીના (Flood damage in Dang) 108 કેસોનુ સર્વે જિલ્લાની ટીમ દ્વારા કરવામા આવ્યુ છે. જે પૈકી 19 કેસોમા કુલ રૂપિયા 1,66.500ની સહાય તાત્કાલિક ચુકવી(Assistance to the flood affected) દેવામા આવી છે. જયારે અન્ય કેસોની ચકાસણીથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

Last Updated : Jul 20, 2022, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.