ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા 100 ટકા ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ડાંગના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીનું વધુ ઉત્પાદન પ્રાપ્ત કરે તે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેને લઇને બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
ડાંગના બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ
ડાંગ : મદદનીશ બાગાયત નિયામક અને લોટસ ફળ અને શાકભાજી ઉત્પાદન સહ-ખરીદ વેચાણ સહકારી મંડળી દ્વારા બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. કાજુ અને સ્ટ્રોબેરીના સફળ ખેડૂતોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતાં.
બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ
ગુજરાત રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા 100 ટકા ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ડાંગના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીનું વધુ ઉત્પાદન પ્રાપ્ત કરે તે માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેને લઇને બારીપાડા ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
Intro:મદદનીશ બાગાયત નિયામકશ્રી અને લોટસ ફળ અને શાકભાજી ઉત્પાદન સહ-ખરીદ વેચાણ સ. મંડળી દ્વારા આજે બારીપાડા ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. કાજુ અને સ્ટોબેરીના સફળ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
Body:ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા 100 ટકા ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે ત્યારે ડાંગ ના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફવળે અને આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીનું વધુ ઉત્પાદન પ્રાપ્ત કરે તે માટે સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવે છે. આજે બારીપાડા ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
ડાંગ જિલ્લામાં ફક્ત વરસાદ આધારીત ખેતી ધરાવનાર ખેડૂતો ચોમાસા બાદ રોજગારી માટે મહારાષ્ટ્ર તરફ જતાં હતાં પણ આજે વિવિધ યોજનાઓમાં લાભ થકી, પોતે સ્વ-નિર્ભર બન્યા છે. છેલ્લાં 8 - 9 વર્ષથી સ્ટોબેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોનું પ્રમાણ વધ્યું છે. ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં હોવાથી તેમનાં પાકના પ્રમાણ માં વધારો જોવા મળે છે. આજની ખેડૂત તાલીમ શિબિરમાં i-ખેડૂત વિશેની જાણકારી આપવામાં આવી હતી. અરજી કઈ રીતના કરવી અને અરજી કર્યા બાદ બાગાયત ખાતું કઈ રીતના મદદરૂપ બની શકે આ ઉપરાંત અરજી માટેના દસ્તાવેજ, બીલની રજુઆત અને ખેતીની ચકાસણી વિશે સમજણ આપવામાં આવી હતી. સ્ટોબેરી અને કાજુની ખેતીમાં વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવી ખેડૂતો વધું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે તે વિશે જણાવ્યું હતું.
Conclusion:મદદનીશ બાગાયત નિયામકશ્રી અને લોટસ મંડળી દ્વારા આયોજિત ખેડૂત તાલીમ શિબિરમાં ખેડૂત પ્રદર્શન અને હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં શાકભાજી અને ફળોના પ્રદર્શન મુકવામાં આવ્યા હતા. મરચા, સ્ટોબેરી, કાજુ જામફળ વગેરે જેમાં નક્કી કરેલા પેરામીટર્સ પ્રમાણે ત્રણ નંબર આપવામાં આવ્યાં હતાં.
સુરેદ્રભાઈ અને જીતુભાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બાઈટ : 01: ટી.એમ.ગામીત ( મદદનીશ બાગાયત નિયામક અધિકારી )
બાઈટ : 02 : શ્રાવણભાઈ ગાઇન ( લોટસ મંડળી ના સંસ્થાપક )
બાઈટ : 03 : ડો.વિશાલ ઘાડગે ( બાગાયત અધિકારી )