ડાંગ: હિંમતનગરથી ટાઇલ્સનો જથ્થો ભરી શિરડી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો સાપુતારાથી વઘઇને સાંકળતા રાજ્યધોરી માર્ગનાં શામગહાન નજીકના વળાંક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક દ્વારા ટેમ્પો પૂરપાટવેગે દોડાવી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. અને ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવમાં ટાઇલ્સનો જથ્થામાં તૂટફૂટ થવાની સાથે આઈસર ટેમ્પાને પણ નુકસાન થયું હતું, જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.