- ડાંગ જિલ્લામાં 2 નવી 108 ને એમ્બ્યુલન્સને લીલીઝંડી
- આહવા સિવિલ હોસ્પિટલ ખાતેથી 108ને લીલીઝંડી
- ગુજરાત ભાજપના મહામંત્રીએ 108ને લીલીઝંડી આપી
ડાંગ: કોરોના મહામારી દરમિયાન વધતાં કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 150 એમ્બ્યુલન્સ નવી ભેટ આપવામાં આવી છે. આજે શનિવારે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે 2 નવી 108 એમ્બ્યુલન્સને વહીવટી તંત્ર દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Exclusive: સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને નો એન્ટ્રી, એમ્બ્યુલન્સ દર્દીને ફરી ઘરે લઈ જવા મજબૂર
ભાજપ પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રીએ 108ને લીલીઝંડી આપી
ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા સંગઠન પ્રભારી પ્રફુલ પાનસેરિયા અને ડાંગ ઇન્ચાર્જ કલેક્ટર એચ, કે, વઢવાણીયાએ આરોગ્ય સેવા 108 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી હતી. સરકાર દ્વારા નવી 108 ફાળવતાં ડાંગ વહીવટી તંત્રએ સરકારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ કરમસદમાં પ્રાણવાયું માટે તરફડતા દર્દી માટે 108 એમ્બ્યુલન્સ બની જીવાદોરી