ETV Bharat / state

ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા 1025 પરિવારોને કીટ વિતરણ - કીટ

કોરોના વાઇરસને ફેલાતો અટકાવ માટે સમગ્ર દેશમાં લોક ડાઉનનો અમલીકરણ કરવામાં આવ્યું છે ત્યારે ગામડાઓમાં મજૂરીકામ કરનાર ગરીબ અને જરૂરીયાતમંદ લોકો અનાજ વિના ભૂખ્યા ન રહી જાય તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના માલેગામ ગામની પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા 59 ગામડાઓનાં 1025 પરિવારોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા 1025 પરિવારોને કીટ વિતરણ

author img

By

Published : Apr 10, 2020, 7:31 PM IST

ડાંગ : સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિના પગલે ગરીબ મજૂર વર્ગની સાથે જરૂરિયાતમંદ લોકો સામે જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થયો છે, ત્યારે આ લોકો અનાજ વિના ભૂખ્યા ન રહે તે માટે સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી છે.

કીટ વિતરણ
કીટ વિતરણ

માલેગામમાં આવેલા પી.પી.સ્વામી સંચાલિત પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા ડાંગના 59 ગામડાઓમાં 1025 પરિવારોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. પી.પી.સ્વામીએ જરૂરિયાતમંદ લોકોને ચોખા, લોટ, દાળ, સોયાબીન વળી, મીઠું, મરચું, હળદર, જીરું, ખાંડ, ચા, ન્હાવા-કપડાં ધોવાનાં સાબુ, ટૂથપેસ્ટ વગરે તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી હતી. 16 કીગ્રા વજનની આ તમામ જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ ધરાવનાર કીટ વિતરણ કરી હતી.

આ પહેલા પણ પી.પી.સ્વામી દ્વારા સાપુતારામાં બેરોજગાર ઘોડેસવારોને અનાજની કીટ વિતરણ કરી હતી. સાપુતારા, માલેગામ, બરમ્યાવડ, નિમ્બારપાડા, વાસુર્ણ વગરે ગામડાઓ અનાજની કીટ વિતરણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.