ETV Bharat / state

ડાંગ જિલ્લાની એક માત્ર મીની ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં નારાજગી - Billimora Waghai

ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેન જે છેલ્લા ઘણા સમયથી ખોટ કરતી હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ડાંગ જિલ્લાના વેપારી મંડળમાં નારાજગી જોવા મળી હતી.

ડાંગ જિલ્લાની એક માત્ર મીની ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં નારાજગી

author img

By

Published : Dec 12, 2020, 1:48 PM IST

  • ગુજરાતની 11 નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ
  • ડાંગ જિલ્લાની એકમાત્ર વઘઇ અને બીલીમોરાને સાંકળતી ટ્રેન બંધ
  • 100 વર્ષ થી પણ વધું સમયથી આ મીની ટ્રેન ચાલું હતી.
  • વઘઇ તાલુકાના વેપારી મંડળ અને સરપંચ દ્વારા રેલવે સુપ્રિટેન્ડને રજૂઆત

ડાંગઃ નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ 11 નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો છે અને તેની જાહેરાત પણ કરવામાં આવી છે. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ગુજરાતની આ 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે એક પત્ર ચર્ચગેટ મુંબઇ ખાતે મોકવામાં આવ્યો છે.

સુપ્રિટેન્ડને રજૂઆત કરવામાં આવી

ડાંગના વઘઇ ખાતે વેપારી મંડળને આ બાબતની જાણ થતાં સરપંચ સહિત વેપારી મંડળના 4 સભ્યો રેલવે સ્ટેશને પહોંચી સ્ટેશન સુપરિટેન્ડન્ટને મળવા પહોંચી ગયા હતા અને ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાયએ માટે પ્રયત્નો કરવા રજૂઆત કરી હતી. ડાંગના વેપારીઓનું કહેવું છે કે દેશમાં અનેક રેલવે લાઈન ખોટ કરે છે. તો એ તમામને બંધ કરી દેવામાં આવશે, ગુજરાતમાં એકતરફ કરોડોના ખર્ચે બુલેટ ટ્રેન દોડવવાની તૈયારી થતી હોય ત્યારે ઐતિહાસિક ધરોહર એવી આ નેરોગેજ ટ્રેનને પ્રવાસન વિભાગને સુપરત કરી ચાલુ રાખવામાં આવે તો લોકોને સુવિધા પણ મળી રહેશે અને સરકારને થતી ખોટ પણ પુરાઈ શકે છે.

ડાંગ જિલ્લાની એક માત્ર મીની ટ્રેન બંધ થઈ જતાં વઘઇ વેપારી મંડળમાં નારાજગી

100 વર્ષ જૂની ડાંગ જિલ્લાને અન્ય જિલ્લા સાથે સાંકળતી ઐતિહાસિક ટ્રેન

ઉલ્લેખનીય છે કે, આ નેરોગેજ ટ્રેનો 100 વર્ષ અગાઉ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ સરકાર પાસે શરૂ કરાવી હતી. જેમાં ઊંડાણવાળા જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને સુવિધા મળે અને ત્યાં અંગ્રેજો અને સાગી ઇમારતી, સીસમના લાકડાની લાવવાની સુવિધા ઊભી થઈ હતી કાળક્રમે વાહન વ્યવહાર વધવાની સાથે આ નેરોગેજનો પ્રવાસ લાંબો લાગતાં લોકોએ તેનો ઉપયોગ ઓછો કર્યો હતો. પરિણામે તેને ચલાવવુ રેલવે માટે ખોટનો ધંધો થયો હતો. તેમાં વીજળી ડીઝલના ભાવમાં વધારો હોય સ્ટાફનો પ્રશ્ન હોય એમ દિન-પ્રતિદિન આ ટ્રેનો ચલાવવી રેલવેની પરવડતી ન હતી. આથી તેણે આજરોજ આ ગુજરાતની તમામ 11 નેરોગેજ ટ્રેનનોને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.