- વર્ષ -2019માં મર્ડરનાં કુલ 4 ગુનાઓ નોંધાયા
- વર્ષ 2020માં હત્યાનાં 5 ગુનાઓ નોંધાયા
- ડાંગ જિલ્લામાં ગંભીર ગુનાઓનો દર ગુજરાતમાં સૌથી સૌથી ઓછો
- ગંભીર પ્રકારનાં ગુનાઓમાં ડાંગ પોલીસ દ્વારા 100 ટકા કેસ નિવારણ
- ડાંગી પ્રજા અનુશાસન અને કાયદામાં માનતી હોવાથી ગંભીર પ્રકારના ગુનાઓ નહિવત સમાન
ડાંગઃ બહુલક આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો રાજ્યના છેવાડે આવેલો છે. જ્યાં સમગ્ર ગુજરાતમાં ગુનાઓના દર સૌથી ઓછો છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં પોલીસ દ્વારા ત્વરિત નિવારણ લાવવામાં આવ્યાં છે. સાપુતારામાં ડ્રાઈવરનો મર્ડર કેસની મિસ્ટ્રી ઉલઝાવી ડાંગ પોલીસે સાબિત કરી બતાવ્યું હતું. ગંભીર ગુનાઓનો ઉકેલ 100 ટકા લાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય ગુનાઓ ઉપર નાબુદી માટે ડાંગ પોલિસ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
આ પણ વાંચોઃ સાપુતારાઃ હત્યાના ગુનામાં સંડોવાયેલા 1 મહિલા સહિત 2 યુવકોની ધરપકડ
ડાંગ જિલ્લામાં લોકો શાંત સ્વભાવના છેઃ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડાંગ પોલીસ દ્વારા અત્યાર સુધી થયેલા ગંભીર પ્રકારના તમામ ગુનાઓનું નિવારણ લાવવામાં આવ્યું છે. ગત થોડાં દિવસો રહેલા સાપુતારા મર્ડર કેસમાં રાજસ્થાનનાં આરોપીઓને ડાંગ પોલીસે ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ઉકેલી જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં લોકો શાંત સ્વભાવના છે. ગુનેગારો માટે ડાંગ જિલ્લો હબ ન બને તેમજ ડાંગની પ્રજાનો ગુનેગારો ફાયદો ન ઉઠાવે તે માટે પોલીસ વિભાગ હરહંમેશ પ્રયત્નશીલ છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા ગુનાઓની વિગત
વર્ષ -2019માં મર્ડરનાં કુલ 4 ગુનાઓ નોંધાયા હતાં. તેમજ મર્ડરની કોશિશ માટે એક ગુનો નોંધાયો હતો. વર્ષ 2020માં 5, વર્ષ 2021માં 1 મર્ડરના ગુનાઓ નોંધાયા હતાં. જ્યારે મર્ડરની કોશિશ માટેનાં ગુના છેલ્લા બે વર્ષમાં એકપણ નોંધાયેલ નથી. વર્ષ 2019-20માં દુષ્કર્મનાં 3 ગુનાઓ જ્યારે વર્ષ 2021માં 1 ગુનો નોંધાયો છે. દુષ્કર્મ અને મર્ડર જેવા ગંભીર ગુનાઓનું ડાંગ પોલીસ દ્વારા 100 ટકા નિવારણ લાવવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ડાંગના સુબીર તાલુકામાં ગાંજાની ખેતીનું રેકેટ ઝડપાયું
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ધાડ, લૂંટ અને અપહરણનો એકપણ કેસ નોંધાયો નથી
ડાંગ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે અહીં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ધાડ, લૂંટ અને અપહરણનો એકપણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત સાઇબર ક્રાઇમનાં ગુનાઓમાં જે પહેલાં નહિવત સમાન હતાં તે ગુનાઓ નોંધાવા પામ્યાં છે. વર્ષ 2019માં 1, વર્ષ 2020માં 6 ગુનાઓ નોંધાયા છે તેમજ વર્ષ 2021માં અત્યાર સુધી એકપણ ગુનો નોંધાયેલ નથી.
ડાંગ જિલ્લામાં ગુનાઓ ઓછાં નોંધાવાના કારણો
જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ઓછાં ગુનાઓ નોંધવા માટે જુદાં જુદાં કારણો છે જેમાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિમાં મોટાભાગે જંગલ વિસ્તાર આવેલો છે. અહીં રેવન્યુ હેઠળનો જમીન વિસ્તાર સૌથી ઓછો છે. તેમજ ઔદ્યોગીકરણ, શહેરીકરણ નહિવત સમાન છે. રોજગારી માટેની તકો ઓછી હોવાનાં કારણે યુવાધન મોટાભાગે રોજગારી માટે જિલ્લા બહાર હોય છે. ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજા કાયદા અને અનુશાસનમાં માને છે. તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોના સુલેહ સંબધનાં કારણે પ્રશ્નોનું નિવારણ થઈ જતું હોય છે. આ ઉપરાંત અહીં કુદરતી સૌંદર્યને માણવા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે અકસ્માતનાં બનાવો બને છે પરંતુ ડાંગ પોલીસ વિવિધ ગુનાઓને નાથવા હમેશાં પ્રયત્નશીલ રહે છે.