- બીઅસપી પ્રમુખ ને ડિટેન કરતાં પ્રમુખે સુરત રેંજ આઈ.જી ને પત્ર લખ્યો
- આહવા મામલતદારને પત્ર લખી મુખ્યપ્રધાનનાં કાર્યક્રમ અંગે માહિતી માંગી હતી
- માનવ અધિકારના ભંગ થયાનું જણાવી સુરત રેંજ આઈ.જી પાસે ન્યાયની માંગણી કરી
ડાંગ પોલીસે બીએસપી પ્રમુખને નજર કેદ કરતા, સુરત રેંજ આઈજીને પત્ર લખ્યો
ડાંગ : જિલ્લામાં આજરોજ લશ્કરિયા ગામ ખાતે પાણી પુરવઠા અને જુદાં જુદાં વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત માટે મુખ્ય પ્રધાન આવ્યા હતા.ડાંગ પોલીસ દ્વારા ડાંગ જિલ્લાનાં બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહિરે ને નજરકેદ કર્યા હતા. બીએસપી પાર્ટી પ્રમુખ ને નજરકેદ કરતાં મહેશભાઈ આહિરે સુરત રેંજ આઈ જી ને ન્યાની માંગણી કરતો પત્ર લખ્યો હતો.
માનવ અધિકારના ભંગ થયાનું જણાવી સુરત રેંજ આઈ.જી પાસે ન્યાયની માંગણી કરી માન સન્માન ને ગંભીર ઠેસ પહોંચતા ન્યાય ની માંગણી સાથે સુરત રેંજ આઈજીને પત્ર બીઅસપી પ્રમુખ ને ડિટેન કરતાં પ્રમુખે સુરત રેંજ આઈ.જી ને પત્ર લખ્યો બહુજન સમાજવાદી પાર્ટી ડાંગ જિલ્લાનાં પ્રમુખ મહેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, ડાંગમાં મુખ્યપ્રધાન આવવાના હતા.તેઓએ કોવિડ -19 નાં નિયમ અંતર્ગત મુખ્ય પ્રધાનની સભા ભરવાની મંજૂરી અને કેટલાં લોકો સભામાં આવવાનાં છે. તેનાં વિશે આહવા મામલતદાર પાસે માહિતી માંગી હતી. ત્યારે ડાંગ બીએસપી પ્રમુખ મહેશભાઈ આહિરે ને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યાં હતાં. મહેશભાઈ આહિરે એ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા કોઈ રેલી કે સરઘસ અથવા કોઈ વિરોધ કરેલ ન હતો તેમ છતાંય પોલીસ દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જેનાંથી તેઓનાં માન સન્માન ને ગંભીર ઠેસ પહોંચી હોય અને માનવ અધિકારના ભંગ થયો હોવાનું જણાવી સુરત રેંજ આઈ.જી પાસે ન્યાયની માંગણી કરી હતી.