ETV Bharat / state

Dang News: છેવાડે આવેલી સરકારી સ્કૂલની મોટી સિદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે વાગે છે ડંકો - Dang district Education system

એજ્યુકેશન ક્ષેત્રે આમ તો ઘણા પરિવર્તન આવી રહ્યા છે. પણ જે રીતે સરકારી શાળાઓની સ્તર અને ચિત્ર બદલી રહ્યું છે એ જોઈને ખરા અર્થમાં સલામ કરવું પડે એવી પ્રવૃતિઓ હવે સરકારી શાળાઓમાં થઈ રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની જ એવી ઘણી શાળાઓ છે જેના રાષ્ટ્રીય સ્તરે ડંકા વાગ્યા છે. તો ડાંગ જિલ્લામાં છેક છેવાડે એક એવી શાળા આવેલી છે જેના વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય પર મોટી સિદ્ધિ મેળવી દીધી છે.

Dang News: છેવાડે આવેલી સરકારી સ્કૂલની મોટી સિદ્ધિ, રાષ્ટ્રીય સ્તરે વાગે છે ડંકો

author img

By

Published : Apr 12, 2023, 10:12 AM IST

ડાંગઃ ડાંગ જિલ્લાની બિલિઆંબાની શાળાએ ડાંગ અને ગુજરાતનું માન વધારતા રાજ્ય સરકારના વચન પાળ્યા છે. 'ગુજરાતનું માન વધારીશુ' સુત્રને સાચા અર્થમા સાકાર કર્યુ છે. છેક છેવાડે આવેલી બિલિઆંબાની પ્રાથમિક શાળાએ શાળાની શૈક્ષણિક પ્રવૃતિ સાથે સાથે બાહ્ય પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી 78.78 ટકા સાથે ગુણોત્સવ 2.0 માં એ ગ્રેડ મેળવનારી આ સ્કૂલ છે. અનેક ઈનામ જીતીને વિદ્યાર્થીઓ અને વાલીઓના દિલ જીતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન મેળવ્યું છે.

આ પણ વાંચોઃ Dang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર

સ્પોર્ટ્સ ક્ષેત્રે ડંકોઃ સરહદી વિસ્તારમાં સરેરાશ 92 થી 94 ટકા હાજરી સાથે વાંચન-ગણન અને લેખનમાં 94.97 % સાથે પારંગતતા હાંસલ કરી છે. આ શાળાના 99 ટકા બાળકોએ 40 ટકા કરતા વધુ અધ્યયન કર્યું છે. 57 ટકા બાળકોએ 80% કરતા વધુ નિશ્પતિ સિદ્ધ કરી છે. રાજ્ય કક્ષાની ખો ખોની ટીમમાં પ્રતિવર્ષ આ શાળાના ચાર/પાંચ બાળકોએ પસંદગી પામી છે, ગુજરાત બહાર પણ રાજ્યની ટીમનું વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અનેક મેડલ ગુજરાતને અપાવ્યા છે. અત્યાર સુધી બિલિઆંબા શાળાના 61 થી વધુ બાળકોએ ગુજરાતની રાજ્ય કક્ષાની ખો-ખો ટીમમાં પસંદગી પામી તેમના કૌશલ્યને પ્રદર્શિત કર્યુ છે.

આવી છે સુવિધાઓઃ શાળામાં 13 વર્ગખંડો છે. 1 કોમ્પ્યુટર લેબ, 1 વિજ્ઞાન ખંડ, ભાષા કોર્નર, 1 સામાજિક વિજ્ઞાન ખંડ, 1 ગુગલ કલાસ રૂમ, 2 સ્માર્ટ કલાસ રૂમ, 2 રમતગમતના મેદાનો જેવી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળાના વિદ્યાર્થીઓને પ્રાર્થના, યોગ, ઘડિયા ગાન, રમતગમત, ઇકો કલબની પ્રવૃતિ, કિચન ગાર્ડન, બાગ કામ, રાસ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી, સાંસ્ક્રુતિક કાર્યક્ર્મો, વાલી દિન, પ્રોજેકટ પધ્ધતિ, મુલાકાત પધ્ધતિ, પર્યાવરણ અને સ્વચ્છતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત વધારાના વાંચન, લેખન અને ગણનના વર્ગોનો લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે,

દેશની નંબર વન શાળાઃ ધોરણ- 1 થી 8 ની આ શાળામાં ડાંગ સહિત પાડોશી તાપી જિલ્લાના બાળકો પણ અભ્યાસ કરી રહયાં છે. અહીં 360 બાળકો ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું ગુણવક્તાયુક્ત શિક્ષણ મળે છે. નવ જેટલા ગુરૂજીઓ વિદ્યાર્થીઓને શિક્ષિત અને દિક્ષિત કરી રહયા છે. ગુજરાતના છેવાડે ડાંગ તાપી અને મહારાષ્ટ્ર રાજ્યના ત્રિભેટે આવેલા અને વિશિષ્ટ ભૌગોલીક પરિસ્થિતિ ધરાવતા બિલિઆંબા ગામની આ પ્રાથમિક શાળાએ સ્કૂલ ઓફ એક્સલંસ ઉપરાંત ગત વર્ષ 2022 ની IGBC ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ સ્પર્ધામાં પણ દેશભરની પ્રાથમિક શાળાઓમાં પ્રથમ નંબર હાંસલ કરી ડાંગ અને ગુજરાતનું માન વધાર્યુ છે.

એવોર્ડ વિનિંગ સ્કૂલઃ ડાંગ જિલ્લાને ગૌરવ પ્રદાન કરતા આ શાળાએ ભુતકાળમાં પણ અનેક ઇનામ પોતાના નામ રોશન કર્યું છે. વર્ષ 2003-2004 માં આ શાળાને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 2007-2008માં જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન અને GCERT દ્વારા શાળા ગુણવત્તા એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2016-2017માં જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન અને GCERT દ્વારા શાળા સ્વછતા એવોર્ડ ઉપરાંત વર્ષ 2017-2018 અને વર્ષ 2022-2023માં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરાયો હતો.

આ પણ વાંચોઃ Unseasonal rain in Dang : ડાંગમાં આહવા સહિત ત્રણેય તાલુકામાં ધોધમાર વરસાદ

મેડલ મળ્યાઃ નેશનલ સ્કૂલ ગેમ્સમાં આ શાળાએ અંડર-14ની ખો-ખો રમતમાં સ્ટેટ લેવલે ઉત્કૃસ્ઠ દેખાવ કરતા અનેક મેડલ્સ શાળાને અપાવ્યા છે. ખેલ મહાકુંભમાં પણ ખો-ખોની રમતમાં આ શાળાના બાળકોએ ડાંગનો ડંકો વગાડયો છે. GCERT સંચાલિત રમતોત્સવમાં પણ બિલિઆંબા પ્રાથમિક શાળાએ રાજ્ય કક્ષાએ અનેક ઈનામ પોતાના નામે કર્યા છે. NMMS/PSE EXAMS માં પણ અહીંના બાળકોએ તેમનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.