રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ડાંગ સમાહર્તા એન.કે.ડામોરે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે સૌ ઓર્ગેનિક ખેતી તરફ વળીએ. સેન્દ્રિય ખાતર વાપરીએ અને રાસાયણિક દવાઓનો ત્યાગ કરીએ ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે. કુદરતી સંપત્તિઓથી ભરપૂર એવી આપણી ઓળખને ટકાવવા સૌનો સાથ આવશ્યક છે. વધુમાં સરકારના વિઝનને સાર્થક બનાવવા આધુનિક ટેકનોલોજી અપનાવીએ, વધુ ઉત્પાદન મેળવીએ. પશુપાલન ક્ષેત્રે વિકાસ કરી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરીએ.
![આહવા ખાતે વૃક્ષારોપાણ,ઓર્ગેનિક ખેતી,પશુપાલન,ખેતપેદાશ બમણી કરવા અંગે સેમીનાર યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-dang-02-09-july-2019-organic-photo-story-umesh-gavit_09072019194506_0907f_1562681706_9.jpeg)
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ જણાવ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની મદદ લઇને ખેડૂતોએ પોતાની આવક બમણી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આજે કૃષિ મહોત્સવ ના કારણે ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. સારી જાતના બિયારણ તેમજ જમીન સુધારણા કાર્યક્રમ થકી ખેડૂત વધુ ઉત્પાદન લઇ શકે છે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે આપણે સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવાનું છે. યોજનાકીય સહાય મેળવીને દરેક ગામમાં તાકીદે શૌચાલયો બની જાય તે જોવાની દરેકની ફરજ છે. આપણે સ્વચ્છતાની હરિફાઈમાં દેશમાં ૧૦માં નંબરે છીએ. સમયસર કામગીરી પૂર્ણ કરીશું તો વધુ સારી રેંક મેળવી શકીશું.
![આહવા ખાતે વૃક્ષારોપાણ,ઓર્ગેનિક ખેતી,પશુપાલન,ખેતપેદાશ બમણી કરવા અંગે સેમીનાર યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-dang-02-09-july-2019-organic-photo-story-umesh-gavit_09072019194506_0907f_1562681706_765.jpeg)
ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગિ્નશ્વર વ્યાસે વૃક્ષારોપાણની અગત્યતા સમજાવતા જણાવ્યું કે વન મહોત્સવથી ૫ લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. જેમાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન અને જન ભાગીદારીથી વૃક્ષો ઉછેરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. ફળાઉ તેમજ ઔષધિય રોપાઓ રોપવા અંગે વન વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા મહેશ પટેલે ખેડૂતો માટેની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. પશુપાલન અંગેની જાણકારી ર્ડા.ધર્મેશ ચૌધરી અને વસુધારા ડેરી-વધઇના કનૈયાભાઈએ વાછરડી ઉછેરની વાતો કરી હતી.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ ગવળી, સુરેશભાઈ ચૌધરી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ,નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મેધા મહેતા,માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી.ચૌધરી સહિત મોટી સંખ્યામાં સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહયા હતા.