ETV Bharat / state

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન બેઠક યોજાઈ - ડાંગમાં બેઠક

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કોરોનાનાં સંક્રમણને લઈને પ્રથમ ઓનલાઇન સંકલન બેઠક યોજાઈ હતી. ડાંગના શિક્ષક સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત ટેક્નોલોજીના માધ્યમથી સંકલનની બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન બેઠક યોજાઈ

author img

By

Published : May 2, 2021, 10:13 PM IST

  • ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક યોજાઈ
  • કોરોનાના કારણે પ્રથમ ઓનલાઈન બેઠક
  • બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

ડાંગ: જિલ્લા પ્રાથછમિક શિક્ષક સંઘ દ્વારા કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ Google Meet દ્વારા ઓનલાઇન સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશ પટેલ અને મહામંત્રી ચિંતન પટેલના અધ્યક્ષતા હેઠળ ઓનલાઈન યોજાયેલી આ બેઠકમાં નવનિયુક્ત તમામ કારોબારી દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ

શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી

ડાંગ જિલ્લાના શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે અલગ અલગ હોદેદારોને કામગીરીની સોંપણી કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બાકી વિવિધ હોદ્દાઓની વહેંચણી કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારોએ પોતાની જવાબદારી સ્વીકારી તે કામને ન્યાય આપવા માટે તૈયારી બતાવી શિક્ષકો માટે હંમેશા એકસાથે મળી ખડેપગે રહી પ્રયત્નો કરશે એવી ખાતરી આપી હતી. જેમાં કાર્યવાહક પ્રમુખ તરીકે સંગઠનના અનુભવી શિક્ષક એવા ગણેશ ભોયાને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શિક્ષકોને શિક્ષણ માટે ઉત્સાહ પૂર્વક કામ કરવા સૂચનો કરાયાં

ઓનલાઈન સંકલનની બેઠકમાં મહામંત્રી ચિંતન પટેલે જણાવ્યું હતું કે, આવી કપરી પરિસ્થિતિમાં પણ આપણે ઓનલાઇનના માધ્યમથી શિક્ષકોના પ્રશ્નો વિશે જાણીને ઉકેલ લાવવાનો પ્રયત્નો કરીશું. આ જ રીતે આપણે શિક્ષકોના પ્રશ્નો તેમજ શિક્ષણ માટે ઉત્સાહ રાખી સંગઠિત થઈ કામ કરીશું તો ચોક્કસપણે આપણે એક સંગઠન પ્રત્યે તમામ શિક્ષકોનો સંપૂર્ણ વિશ્વાસ પેદા કરી શકીશું અને આપણા શિક્ષક પરિવારના કાર્યો સરળ બનાવી શકીશું. ડાંગ જિલ્લામાં શિક્ષક સંઘની પ્રથમ વખત આવી ઓનલાઈન બેઠકનું આયોજન કરવા બદલ મહામંત્રી ચિંતન પટેલનો તમામ કારોબારી તેમજ સમગ્ર ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.