ETV Bharat / state

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વ લડાઈ - ભાજપ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 8 પેટા ચૂંટણી માટે તારીખો જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત ડાંગ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી બાબતે નેતાઓની હોડ લાગી છે. ત્યાં આ પેટા ચૂંટણીમાં પક્ષ કોને ટિકીટ આપશે એ જોવાનું રહ્યું સાથે રાજકીય પંડિતોની માનીએ તો આ ચૂંટણી નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે.

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વ લડાઈ

author img

By

Published : Oct 1, 2020, 5:04 PM IST

ડાંગઃ ડાંગ જિલ્લાની અનુસૂચિત જનજાતિની બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ પક્ષમાંથી ઉમેદવારોની હોડ લાગી છે. રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામું આપનારા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના કદાવર નેતા હતા. તેઓના રાજીનામાં બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી તેઓની બહાલી કરવામાં આવી છે. બાદમાં તેઓ ભાજપ પક્ષની મીટિંગો ઘણીવાર નજરે પડ્યા હતા. જોકે તેઓએ મીડિયા સામે દાવો કર્યો છે કે, ભાજપ પક્ષ તેઓને ટિકિટ આપી શકે છે. પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં મંગળ ગાવિતે જણાવ્યું કે, તેઓની સાથે હજારોની સંખ્યામાં સમર્થકો જોડાશે. મંગળ ગાવિતે હજી સુધી ભગવો ધારણ કર્યો નથી. જ્યારે રાજીનામું આપી ચૂકેલા અન્ય 5 ધારાસભ્યોએ ભગવો ધારણ કર્યો છે. ભાજપની ટિકિટ અંગે પક્ષમાં મંગળ ગાવિત અને વિજય પટેલ બંનેનું નામ ચર્ચાઈ રહ્યું છે. 4 ટર્મથી દાવેદારી કરનારા વિજયભાઈને 1 વાર જીત મળી છે અને છેલ્લાં 2 ટર્મથી મંગળ ગાવિત અને વિજયભાઈ પટેલ સામસામે લડી ચૂક્યા છે, જેમાં નજીવા મતોથી બન્નેને હાર જીતનો સામનો કરવો પડ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, આ વિધાનસભાની પેટાચૂંટણીમાં બન્ને એક પક્ષે છે ત્યારે પાર્ટી કોના ઉપર મહોર મારશે.

ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષે પણ ઉમેદવારોની લાંબી હોડ છે, જેમાં ચંદર ગાવિત, સૂર્યકાન્ત ગાવિત, મોહન ભોયા, ગમન ભોયા, મોતીલાલ ચૌધરી તેમ જ સ્નેહલ ઠાકરે. કોંગ્રેસ પક્ષના કદાવર નેતાએ રાજીનામુ આપ્યા બાદ ડાંગ કોંગ્રેસ પક્ષની જવાબદારી આ તમામના માથે આવી પડી છે. ડાંગ જિલ્લો એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં ભાજપે ફક્ત એક વાર જીત મેળવી છે ત્યારે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સામે પક્ષે કદાચ મંગળ ગાવિતને ટિકિટ આપવામાં આવે તો કોંગ્રેસના નેતાઓએ કમર કસવી પડશે અને હાર જીતના પરિણામો અહીં સ્થાનિક લેવલે પાર્ટીનું ભવિષ્ય નક્કી કરશે. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો લોકો માટે વ્યક્તિ વિશેષ પરિબળ કામ કરશે, જેમાં લીધે આગળ બન્ને પક્ષના નેતાઓનું ભવિષ્ય નક્કી થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.