ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે 108 ટીમ દ્વારા નાતાલની ઉજવણી

ડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલમાં આવેલ 108નાં સ્ટાફ દ્વારા હોસ્પિટલનાં દર્દીઓ સાથે નાતાલની ઉજવણી કરી હતી. જેમાં મેડિકલ કર્મીઓએ સાંતાક્લોઝનાં સ્વરૂપે દર્દીઓને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરી અનોખી ઉજવણી કરી હતી.

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે 108 ટીમ દ્વારા નાતાલની ઉજવણી
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે 108 ટીમ દ્વારા નાતાલની ઉજવણી
author img

By

Published : Dec 26, 2020, 7:07 AM IST

  • ડાંગનાં સિવિલ હોસ્પિટલમાં નાતાલની ઉજવણી
  • હોસ્પિટલના દર્દીઓ સાથે નાતાલની ઉજવણી
  • દર્દીઓને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ

ડાંગ : જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સર્વિસનાં કર્મીઓએ દર્દીઓને નાનકડી ગિફ્ટ આપી ક્રિસમસ પર્વની અનોખી ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લામાં 108, ખિલખિલાટ,181 એમ્બ્યુલન્સનાં કર્મીઓની ટીમે 25મી ડિસેમ્બર ક્રિસમસ પર્વ નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સાંતાક્લોઝનાં સ્વરૂપે દર્દીઓને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરી અનોખી ઉજવણી કરી હતી.

મેડિકલ કર્મીઓએ સાંતાક્લોઝનો વેશ ધારણ કરી બાળકોને ગિફ્ટ આપી

ડાંગ 108 એમ્બ્યુલન્સનાં કર્મીએ સાંતાક્લોઝનો પહેરવેશ ધારણ કરી સિવિલ હોસ્પિટલ આહવાનાં દરેક દર્દીઓનાં વોર્ડમાં જઈ ગિફ્ટ સ્વરૂપે સારવાર લઈ રહેલા દર્દીઓને બિસ્કીટ,ચોકલેટ આપી આ દર્દીઓનાં ચહેરા ઉપર આંનદભર્યું વાતાવરણ ઊભુ કરી ક્રિસમસ પર્વની ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.