ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યૂ-ટર્નમાં ટામેટા ભરેલો ટ્રક વૃક્ષ સાથે ભટકાઈને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થયા હતાં.
![સાપુતારાના ઘાટમાર્ગમાં ટામેટા ભરેલો ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-accident-visgj10029_10102020184525_1010f_1602335725_73.jpg)
મળતી માહિતી મુજબ ગત રાત્રે નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી ભુજ તરફ જઈ રહેલા ટ્રક નંબર GJ-12-AY-5378 જેની સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગામ ઘાટમાર્ગ પર બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રક પલટી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટામેટાનો જથ્થો રસ્તા પર વિખેરાઈ ગયો હતો. અકસ્માતમમાં ટ્રકનો ચાલક અને ક્લીનર ઈજાગ્રસ્ત થતાં તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.