ડાંગ : મળતી માહિતી મુજબ નાસિક જિલ્લામાંથી બાળલગ્ન કે જેને નાની સગાઈ વિધિ કહે છે તે થવાનું હતું. આ માહિતી મળતા અભયમ રેસ્ક્યૂ વાન તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમે કન્યાના ઉમરના પૂરાવા માંગતા પરિવારજનોએ જણાવ્યું કે, અમારી પાસે હાલ કોઇ પૂરાવો નથી, અભયમ રેસ્ક્યૂ ટીમે વધુ માહિતી મેળવી જાણી લીધું હતું કે, આજ ગામની અન્ય વિદ્યાર્થીઓ પાસેથી કન્યાના અભ્યાસ વિશે જાણકારી મેળવી હતી. જેથી તે વિદ્યાર્થીનીઓના ઉંમરના પુરાવા જોતા 14 વર્ષ ઉંમર હતી.
જે બાદ કન્યાના પરિવારજનોએ જણાવમાં આવ્યું કે, તમારી દીકરી સગીર વયની છે. આ બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ તમે લગ્ન કરાવી શકો નહીં અને લગ્ન કરાવશો તો ગુનો ગણાશે. આમ છતાંય તમારી પાસે પુખ્ત વય બાબતનો કોઈ પૂરાવો હોય તો જણાવશો જેથી તેમના પરિવારે કબૂલ્યું હતું કે, અમારી દીકરીની ઓછી ઉંમર છે.
અભયમ ટીમે તેમને સમજાવ્યું કે, તમે લગ્નનું નક્કી રાખો અને બંને વર કન્યા પુખ્ત વયના થાય પછી લગ્ન કરાવી શકો છો. આમ સમજાવતા સૌ કોઇએ બાળલગ્ન મુલતવી રાખવાનું સ્વીકાર્યું હતું.