ETV Bharat / state

181-અભયમ્ ટીમે એક યુવતીનું પરિવાર સાથે કરાવ્યું મિલન - chinchli village

સુરત જિલ્લાના બારડોલીમાં હાઈ-વે ઉપર રખડતી,રઝળતી ડાંગ જિલ્લાની મહિલાને 181-અભયમ ટીમ દ્વારા પોતાના પરિવાર જોડે મિલન કરાવ્યું.

ડાંગ, નવસારી અને બારડોલી 181 અભયમ્ ટીમની સંયુક્ત કામગીરી

author img

By

Published : May 10, 2021, 7:05 AM IST

  • ડાંગ, નવસારી અને બારડોલી 181 અભયમ્ ટીમની સંયુક્ત કામગીરી
  • ચીંચલી ગામની મહિલાને પોતાના પરિવાર જોડે કરાવ્યું મિલન
  • ઘરથી ભુલી પડેલી મહિલાને પરિવાર જોડે કરાવ્યું મિલન

સુરત: જિલ્લાના બારડોલી-પલસાણા હાઈ-વે ઉપર એક અજાણી યુવતીને કેટલાક દિવસોથી રખડતી, રઝળતી હાલતમાં જોઈને, કોઈક સેવાભાવી વ્યક્તિએ રાજ્યની 181-મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ત્યાર બાદ હરકતમાં આવેલી બારડોલી પોલીસ સ્ટેશન સ્થિત 181-અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે તરત ઘટના સ્થળે જઈને આ યુવતી સાથે સંવાદ સાધ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 2 વર્ષથી ઘરમાં પૂરાઈ રહેલા માતા-પુત્રને 181 અભયમની ટીમે મુક્ત કરાવ્યા

વાતચીત દરમિયાન આ યુવતી ડાંગ જિલ્લાની હોવાનું અને તેણી અહીં ભૂલી પડી ગઈ છે તેવું જાણવા મળ્યું હતું. ઘરે કંઈ રીતે જવું તે નક્કી કરી શકતી ન હતી. તેમ ફલિત થયું હતું. ત્યાર બાદ અભયમ્ રેસ્કયુ વાનના કર્મયોગીઓએ આ યુવતી સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરતા તે આહવા તાલુકાના ચીંચલી ગામની છે અને તેણીના પિતાનું નામ શિવાજી હોવાનું બહાર આવ્યુ હતું.

ડાંગનાં ચીંચલી ગામની ભૂલી પડેલી મહિલાને 181ની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

બારડોલીની ટીમે રખડતી મહિલા અંગે આહવા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા આહવાની 181-અભયમ્ મહિલા હેલ્પલાઇન પાસે આ કેસ આવ્યો હતો. તરત હરકતમાં આવીને આહવાની આ ટીમે ચીંચલી ખાતે તપાસ કરતા આ યુવતીની ઓળખ સાચી ઠરી હતી. જેથી બારડોલીની ટીમે નવસારીની અભયમ્ ટીમ મારફતે આ યુવતીનો કબ્જો આહવા ટીમને સોંપતા આહવા ટીમે આ યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે મહિલાને મોતના મુખમાંથી બચાવી

યુવતીના પરિવાજનોએ 181- અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો

પોતાની યુવાન પુત્રી ઘરે પરત ફરતા આ પરિવારે બારડોલી, નવસારી, અને આહવા 181-અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.