ડાંગઃ આ વર્ષે કોરોના મહામારી અને સાથે ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ઉઠાવવી પડી છે, આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે લગભગ નેશનલ હાઈવે ધોવાય ગયા છે. ત્યારે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. રોડ-રસ્તા ધોવાતા અવારનવાર માર્ગ અકસ્માતમાં લોકો ભોગ બની રહ્યા છે. થોડી એવી બેદરકારી પણ મોટી દુર્ધટનાનું રુપ લઈ લે છે.
જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટામેટા અને દાડમનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં પિંપળગાવ તરફથી પંજાબ તરફ જઈ રહેલો ટ્રક સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેથી ઘટના સ્થળે ગંભીર એક્સ5 સર્જાયો હતો. જે અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત ટામેટાનાં અને દાડમનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જયારે ટ્રક ચાલક અને ક્લીનરનો ચમત્કારીક બચાવ થયો હોવાની વિગતો સાંપડેલી છે