ડાંગ: વિશ્વમાં ફેલાયેલા કોરોનાં વાઇરસને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોનાં વાઈરસના સંક્રમણને રોકવા માટે ગૃહ મંત્રાલયના વખતો વખત હુકમ તથા છેવટના 29/07/2020 ના હુકમના અન્વયે 31/07/2020 સુધી કન્ટેઈન્ટમેન્ટ ઝોનની અવધિ લંબાવવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લામાં 13 કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. ડાંગ કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
કોરોનાં વાઈરસના સંક્રમણને રોકવા માટે કેદ્રિય ગૃહ મંત્રાલયે તારીખ 29/07/2020 ના હુકમના અન્વયે ગુજરાતના ગૃહ વિભાગના જાહેર અનુસાર રાજ્યમાં અનલોક-3 માં લોક ડાઉનની અવધિ લંબાવવામાં આવેલી છે. તેમજ કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેદ્ર સરકારની સૂચનાઓ અનુસાર નિયત પ્રવૃતિઓ ચાલું રાખવા હુકમ કરેલી છે.
ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં 13 કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ધાંગડી, દાબદર, સુબિર, ભરવાડ ફળિયું-2 વઘઇ, મંદિર ફળિયું વઘઇ, પટેલ પાડા આહવા, પીપલપાડા, વઘઇ (કવોટર બી-2 સી.એચ.સી કેમ્પસ, લાંબાસોઢા, હુંબાપાડા, આહવા ડુંગરી ફળિયું, વઘઇ આશાનગર, તથા જામુનપાડા ગામ, આ દરેક વિભાગમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરવામાં આવેલી છે. જેમાં ILC (0 CASE) અને SARI (0 CASE) કોઈ કેસ મળેલો નથી.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 3297 સેમ્પલ લેવામાં આવેલા છે. જેમાં 3222 સેમ્પલ નેગેટિવ આવેલા છે. જ્યારે કુલ કેસોની સંખ્યા 31 થઈ છે. જે પેકી 13 એક્ટિવ કેસો જ્યારે 18 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ છે.