ETV Bharat / state

Vijayadashami 2023: સંજાણમાં શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયાદશમીની કરાઈ ઉજવણી - Vijayadashami

સંજાણ ખાતે શ્રી જય અંબે નવયુવક મંડળ દ્વારા વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોની ઉપસ્થિતિમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્ર પૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયાદશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2023, 10:07 AM IST

Updated : Oct 25, 2023, 1:16 PM IST

સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

સંજાણ: અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવતા વિજયા દશમી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ભવ્ય વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સ્થળે શસ્ત્ર પૂજન બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરી: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે શ્રી જય અંબે નવયુવક મંડળ દ્વારા વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક, આદિવાસી નૃત્ય, એક સમયે શિવાજીના આધિપત્ય હેઠળ આ વિસ્તાર આવતો હોય શિવાજી મહારાજની રાજયવ્યવસ્થા, મુસ્લિમ સામ્રાજ્ય સામે ના યુદ્ધનું નાટ્ય રૂપાંતર રજૂ કર્યા હતા.

હર્ષોલ્લાસભેર ઉજવણી: જે બાદ ઉપસ્થિત રાજકીય આગેવાનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કરવામાં કરી શ્રી રામના જયઘોષ સાથે રાવણના પૂતળાનું દહન કરી વિજયાદશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌ પ્રથમ સંજાણ ના મુખ્ય માર્ગો પર રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં શહેરીજનો અને શાળાના બાળકો માથે કળશ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા. ગરબાની રમઝટ સાથે પારસી કીર્તિ સ્તંભ થી નીકળેલી આ શોભાયાત્રા મુખ્ય કાર્યક્રમ સ્થળે સભામાં ફેરવાઈ હતી.

દશેરાનો તહેવાર: શસ્ત્ર પૂજન અને રાવણ દહનના મુખ્ય કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રાજકીય આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો ની ઉપસ્થિતિમાં સૌને વિજયાદશમી પર્વની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, દુર્ગુણો પર સદગુણોનો જયજયકાર થતો રહે તે જ દશેરાનો તહેવાર છે. જો દરેક વ્યક્તિ રાવણમાં જે દુર્ગુણો હતા તેને ત્યજી રામ ના સદગુણો ને અપનાવશે તો આ સદીમાં જ દેશ ભરી રામરાજ્ય બની શકે છે.

અનોખો નજારો નિહાળ્યો: ઉલ્લેખનીય છે કે સંજાણ ખાતે 11 વર્ષથી વિજયાદશમી પર્વની અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મા આદ્યશક્તિની આરાધનાની શક્તિથી આસુરી શક્તિનો નાશ કરનાર આ વિજયા દશમી પર્વના કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ડો. ખાલપા પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલિતા દુમાડા સહિત ભાજપના કાર્યકરો, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેઓની હાજરીમાં આકાશમાં ભવ્ય આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવતા તમામ આ અનોખો નજારો નિહાળ્યો હતો.

  1. Vijayadashami 2023 : 20 વર્ષ બાદ ગાંધીનગરમાં રાવણનું દહન કરાયું, 51 ફૂટ ઊંચી બનાવી હતી રાવણની પ્રતિમા
  2. Surat Drug Ravana Dahan : સુરત પોલીસે ડ્રગરુપી રાવણના પૂતળાનું દહન કર્યું, જનતા જોગ ગૃહ રાજ્યપ્રધાનની અપીલ

Last Updated : Oct 25, 2023, 1:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.