દમણ વાપીના ભડકમોરા વિસ્તારમાં (Bhadkamora area of Vapi) એક સલૂન માલિકે યુવકના માથાના વાળ કાતરથી કાપવાને બદલે આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવા જતા યુવક દાઝી ગયો હતો. જેને વલસાડ સિવિલ (Valsad Civil Hospital) અને ત્યારબાદ સુરત ખાતે સારવાર માટે ખસેડવો પડ્યો છે. વાપીમાં નવા વર્ષના સ્ટાઈલિશ વાળ કપાવવાના મોહમાં (Craze of a New Year Stylist Haircut) એક યુવક દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો છે. ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં હેર સલૂન વાળો યુવકના માથામા ક્રીમ લગાવી તેના મોઢાને કપડાથી ઢાંકી માથાના વાળમાં આગ લગાડે છે. જેનો અચાનક ભડકો થતા યુવક ગભરાઈ જઈ ખુરશી પરથી ઉભો થઇ બહાર દોડી જાય છે. જેના માથા પર પાણી છાંટવાનું કહેતા અન્ય લોકોના અવાજ સંભળાય છે.
આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવાનો અખતરો જોકે આ વાયરલ વીડિઓ વાપી ના આરીફ શાહ નામના યુવકનો હોવાનું અને તે વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ બંટી નામના હજામની દુકાનમાં વાળ કાપવા ગયો હતો ત્યારે બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઘટનામાં વધુ મળતી વિગતો મુજબ હેર સલૂનના માલિક બંટીએ આરીફને ખુરશી પર બેસાડી તેમના મોઢાને કપડાથી ઢાંકી આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપી આપવાનો અખતરો કર્યો હતો.
દીવાસળી ચાંપી ગણતરીની સેંકંડોમાં બુઝાવવી શક્યો નહીં આગ લગાડી વાળ કાપવાની આ સ્ટાઈલમાં હેર સલૂન વાળાએ યુવકના માથામાં જ્વલનશીલ ક્રીમ લગાડી હતી. જેને દીવાસળી ચાંપી ગણતરીની સેંકંડોમાં બુઝાવવી શક્યો નહીં એટલે યુવકના માથાના વાળ સળગી ગયા હતાં અને યુવક ગભરાઈને બહાર દોડી આવ્યો હતો. યુવક ચહેરાના ભાગે અને છાતીના ભાગે દાઝી જતા તેને વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડયો છે. જો કે યુવક સારવાર હેઠળ છે. અને તેની સ્થિતિ સારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
લોકો વીડિઓ જોઈ પોતાનું હસવું રોકી શકતા નથી ઉલ્લેખનીય છે કે, એક હેર સલૂનવાળા નો આગ લગાડી વાળ કાપવાનો નુસ્ખો સ્ટાઈલિશ વાળ કપાવવા આવેલ યુવક માટે પ્રાણઘાતક નિવડતા અને તેનો વીડિઓ વાયરલ થતા લોકો તે વીડિઓ જોઈ પોતાનું હસવું રોકી શકતા નથી. તો સાથે જ અરેરાટીના ઉદગારો કાઢી રહ્યા છે.