ETV Bharat / state

Union budget 2023: વલસાડના ઉદ્યોગકારોએ બજેટ વિશે કહ્યું: ઓલ ઈઝ વેલ - industrialist reaction on income tax

આજે નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટ (Union budget 2023) રજૂ કર્યું હતું. આ બજેટમાં ઉદ્યોગોને લઇને પણ ટેક્સને લઇને જાહેરાત કરવામાં આવી છે. જેના વિશે વલસાડના ઉદ્યોગકારો શુ કહે છે જૂઓ આ અહેવાલમાં.

Etv BharatUnion budget 2023: વલસાડના ઉદ્યોગકારોએ બજેટ વિશે કહ્યું: ઓલ ઈઝ વેલ

author img

By

Published : Feb 1, 2023, 9:06 PM IST

Union budget 2023: વલસાડના ઉદ્યોગકારોએ બજેટ વિશે કહ્યું: ઓલ ઈઝ વેલ

દમણ: તારીખ 1લી ફેબ્રુઆરી 2023ના દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.આ બજેટને દેશના સર્વાંગી વિકાસનું બજેટ માનવામાં આવી રહ્યું છે. દરેક ક્ષેત્રને લઇને ફાળવણી કરવામાં આવે છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉદ્યોગકારોએ પણ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું.

ટેક્સમાં વિશેષ રાહત: નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને વાપીના ઉદ્યોગકાર અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માજી પ્રમુખ મહેશ પંડ્યાએ અવકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો માટે આ બજેટમાં અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બજેટમાં ટેક્સમાં વિવિધ રાહતો આપવામાં આવી છે. ઇથાઇલ આલ્કોહોલ પર ટેક્સ ઘટાડયો છે. ઉદ્યોગો માટે ટેક્સમાં અને ઇન્કમટેક્સમાં વિશેષ નવી જાહેરાતો કરવામાં આવી છે. જેથી દેશના ઉદ્યોગોને નવો વેગ મળશે. ઓવરઓલ આ બજેટ સર્વાંગી વિકાસનું બજેટ છે.

આ પણ વાંચો Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો

ઉદ્યોગોને બુસ્ટ આપશે: એજ રીતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અને વાપી નોટિફાઇડના ચેરમેન સતીશ પટેલે પણ આ બજેટને આવકાર્યું હતું. બજેટમાં ટેક્સમાં આપેલી રાહતો અને ઉદ્યોગો માટે જાહેર કરેલી નવી જાહેરાતોથી ઔદ્યોગિક ક્ષેત્રે દેશ આગળ વધશે. સરકારનું આ બજેટ સાથે આગામી 2047 સુધીનું વિઝન રજુ કરાયું છે. જે તમામ ઉદ્યોગો માટે બુસ્ટ આપનારું બનશે.

આ પણ વાંચો PM Modi on Budget 2023: આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે, દરેકના સપના પૂરા કરશે

આવકાર્ય બજેટ: સરીગામ નોટિફાઇડના ચેરમેન અને ઉદ્યોગકાર કૌશિક પટેલે જણાવ્યું હતું કે, નિર્મલા સીતારામને રજૂ કરેલ બજેટ આવકારદાયક છે. MSME સેકટર હોય કે તમામ ઉદ્યોગ જગત તમામ માટે આ બજેટમાં કંઈક નવું આપવામાં આવ્યું છે. રમકડાં ઉદ્યોગથી માંડીને કાપડ, કેમિકલ તમામ ઉદ્યોગ માટે બજેટમાં ટેક્સની રાહત આપવામાં આવી છે. નાના મધ્યમ વર્ગને ધ્યાને રાખી ઇન્કમટેક્સમાં 7 લાખની લિમિટ નક્કી કરવામાં આવી છે. તો, ઉદ્યોગકારો માટે પણ ટેક્સના સ્લેબ બનાવી રાહત આપવામાં આવી છે. એટલે આ બજેટ ઉદ્યોગલક્ષી ખેડૂત લક્ષી અને દેશનો સર્વાંગી વિકાસ કરતું આવકાર્ય બજેટ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.