- રાજ્યમાં કોલસા અને વીજળીની સ્થિતિ અંગે નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન
- વાપીમાં નાણા અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, રાજ્યમાં કોલસાની અછત નથી
- કોલસાનો પુરવઠો ઘટ્યો છે, ફરી રાબેતા મુજબ મળશેઃ રાજ્ય પ્રધાન
- સૌરાષ્ટ્રમાં ખેડૂતોને રાત્રે વીજળી આપશે
વાપીઃ દેશભરમાં અને વાપી, ઉમરગામ, સરીગામ GIDCમાં કોલસાની અછત ઉભી થઈ છે. ત્યારે વાપીના પ્રવાસે આવેલા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમ જ નાણા પ્રધાન કનુ દેસાઈએ (State Minister Kanu Desai) મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાંય કોલસાની અછત (Lack of coal) નથી. સૌરાષ્ટ્રમાં વીજળીની સમસ્યા છે, જે સરકાર થોડા દિવસમાં હલ કરશે.
આ પણ વાંચો- Processing Industriesએ યુટીલિટી ચાર્જમાં 10 ટકાનો કર્યો વધારો, કોલસા અને કલરના ભાવ વધવાની અસર
ભારે વરસાદના કારણે કોલસાની ખાણોમાં ઉત્પાદન અટક્યું
વાપીમાં પેડિસ્ટ્રીયન અંડરપાસ સબ-વેનું (Pedestrian underpass sub-way) ખાતમુહૂર્ત કરવા આવેલા રાજ્યના નાણા પ્રધાન અને ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈએ (State Minister Kanu Desai) જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે કોલસાની ખાણોમાં ઉત્પાદન અટક્યું છે. આને કારણે કોલસાની અછત સર્જાઈ છે, પરંતુ તે ટૂંક સમય માટે જ છે. આગામી દિવસોમાં ફરી રાબેતા મુજબ સપ્લાય ચાલુ રહેશે. જોકે, અત્યારે પણ સપ્લાય અટક્યો નથી.
આ પણ વાંચો-Rising coal prices: કોલસાની અછતે મોરબીના પેપરમિલ ઉદ્યોગની દશા બગાડી, ઉત્પાદન કાપના સંજોગો
કોલસા-વિજળીમાં વધેલા ભાવ સરકાર ભોગવી રહી છે
રાજ્ય પ્રધાન કનુ દેસાઈએ (State Minister Kanu Desai) જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં જે વીજળીની સમસ્યા સર્જાઈ છે. તેવી કોઈ સમસ્યા ગુજરાતમાં નથી. વાપીના ઉદ્યોગોને પૂરતો વીજ સપ્લાય (Power Supply) અને કોલ સપ્લાય મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં થોડી ઘણી વીજળીની સમસ્યા ખેડૂતોને નડી રહી છે. આ માટે રાત્રે વીજળી આપવાની વિચારણા છે અને જે ભાવવધારો છે. તે પણ સરકાર પોતે ભોગવી રહી છે.
કોરોનાના મોતના આંકડાની જેમ કોલસાની ઘટ છૂપાવવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને ભલે કહ્યું હોય કે વાપી સહિતના ઉદ્યોગોમાં કોલસાની અછત નથી, પરંતુ હકીકતે વાપી, ઉમરગામ, સરીગામના ઉદ્યોગો અત્યારે કોલસાના વધેલા ભાવ અને સપ્લાયને કારણે પરેશાન છે. કેટલાય નાનામોટા એકમોમાં ઉત્પાદન ઘટ્યું છે. એ હકીકત છે, જેને સરકાર કોરોનાના મોતના આંકડાની જેમ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.