દમણ : દમણમાં હાલ વરસાદી સીઝનમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ પ્રશાસનની અને ઉદ્યોગકારોની પોલ ખુલી પડી છે. છાશવારે સામાન્ય નિયમ ભંગમાં મસમોટી પેનલ્ટી વસુલતા પ્રશાસને ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરી નથી. જેને કારણે વરસાદની સીઝનમાં કંપનીઓમાં ઘૂંટણ સમું પાણી ભરાયું છે. ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. તેમ છતાં આવા ઉદ્યોગકારોએ કંપનીનું પાણી મોટર દ્વારા જાહેર માર્ગ પર ઠાલવવાનું શરૂ કર્યું છે. જેનાથી વાહનચાલકો અને કામદારો મહામુશ્કેલી વેઠી રહ્યાં છે.
દમણના ઉદ્યોગોની લાપરવાહી, વરસાદી પાણીને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે - Daman Prima Plastic Company
સંઘપ્રદેશ દમણમાં ત્રણેક દિવસથી વરસેલા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેમાં યોગ્ય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ છતો થયો છે. તો, ઉદ્યોગોની બેદરકારી પણ સામે આવી છે. સામાન્ય વરસાદમાં કંપનીઓમાં ઘૂંટણ સમાં ભરાયેલા પાણીને સંચાલકો જાહેર માર્ગ પર છોડી માર્ગને પાણીમાં તરબતર કરી રહ્યા છે.