ETV Bharat / state

છીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર - The murder of a Bengali wife

વાપીના છીરી ગામમાં એક બંગાળી પરિણીતાની હત્યા કરી તેના ફ્લેટમાંથી 50 હજાર રોકડ, મોબાઈલ ફોન સહિતની લૂંટ કરી ફરાર થઇ ગયેલા 2 બંગાળી યુવકોની વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

છીરીમાં બંગાળી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલ્યો, ઓળખીતાઓ જ નીકળ્યા કાવતરાખોર

author img

By

Published : Apr 23, 2023, 7:37 AM IST

વાપીના છીરી ગામમાં થઈ હતી બંગાળી પરિણીતાની હત્યા

વાપી : ગત 18 એપ્રિલે વાપી નજીકના છીરી ગામમાં રણછોડનગરના એક કોમ્પલેક્ષમાં રહેતી બીલકીશ પરવીન રાજુ મંડલ નામની મહિલાનો મૃતદેહ તેમના જ ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જેનું પ્રાથમિક તારણ કાઢતા તેને કોઈએ ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી ઘરમાંથી રોકડ સહિતની માલમતાની લૂંટ કરી ફરાર થયા હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં વલસાડ જિલ્લા SOG એ હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.

બંગાળના જ નીકળ્યા બંગાળી પરિણીતાની હત્યારા: ઘટના અંગે જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો મુજબ મહિલા પોતાના ધરે એકલી હાજર હતી દરમ્યાન ગળાના ભાગે બેડ સીટની સાદર ચાદર વડે ગળે ટુંપો ( ફાંસો ) આપેલ હાલતમાં લાશ મળી આવેલ હતી. આ ગુનાની તપાસ વલસાડ પોલીસે હાથ ધરી હતી. જેમાં CCTV ફુટેજ, ટેકનીકલ એનાલીસીસ તથા ફીલ્ડ વર્ક કરી તપાસ કરતા જાણવા મળેલ કે આ ગુનામાં બે ઇસમો બહાઉદીન મંડલ અને સમીર મંડલની સંડોવણી છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં કચ્છની પ્રજાને ભારત દેશની સંસ્કૃતિ અને નરનારાયણ દેવની ભક્તિ અંગે કરી વાત

મૃતક પાસે પૈસા દાગીના હોય લૂંટવા કરી હત્યા : જેથી બાતમી આધારે બન્ને ઇસમોને અટકાયતમાં લઇ યુક્તિ પ્રયુકતિથી બન્નેની ક્રોસ ઇન્કવાયરી અને પુછપરછ કરતા બન્ને આરોપીઓએ કબૂલાત કરી હતી કે, બંગાળની બીલકીશ ઉર્ફે સોનીયાને તેઓ ઓળખતા હોય અને તેની પાસે સારા એવા પૈસા તથા સોનાના દાગીના હોવાનું જાણતા હોય. તેને જાનથી મારી નાખી લુંટ કરવાનો પ્લાન બનાવી તેના ઘરે ગયા હતાં. મૃતક સાથે અગાઉની ઓળખાણ હોય પોતાના રૂમમાં પ્રવેશ આપ્યો હતો. તે દરમ્યાન રૂમમાં રાખેલ બેડ પરની બેડસીટની ચાદર લઈ બીલકીશ ઉર્ફે સોનીયાને ગળે ટુંપો આપી હત્યા નીપજાવેલ હતી.

Eid ul fitr 2023: શ્રીનગર અને મુંબઈમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી

મૃતકના ઓળખીતા હતાં આરોપી: આરોપીઓ મહિલાની હત્યા કર્યા બાદ ઘરમાં પડેલા 50 હજાર રોકડ, મોબાઇલ તથા દાગીના લઇને નાસી ગયા હતાં. પકડાયેલ બંને આરોપીઓ સમીર ઉર્ફે અમીત હનીફ મંડલ, બહાઉદીન ઉર્ફે રાજુ શાહીદુલ્લ મંડલ મૂળ વેસ્ટ બંગાળના છે. અને વાપીમાં રહેતા હતાં. પોલીસે તેમની પાસેથી 17,500ની કિંમતના અલગ અલગ કંપનીના 6 મોબાઈલ, 5330 રોકડ રકમ, 30 હજારની કિંમતનું બાઇક મળી કુલ 51,830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.