દમણ : એપ્રિલ 2018માં ભંગારના ધંધાર્થી સહિત બે યુવકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખવાના કેસમાં શંકાના આધારે ભાગતા ફરતા દમણના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને લિકરનો કારોબારી સુરેશ પટેલ ઉર્ફે સુખા પટેલ સહિત ત્રણ લોકોની પકડી પાડ્યા હતાં.
ગુનાની તપાસ દરમિયાન ભીમપોરના તત્કાલીન કુંડ ફળિયાના સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલ અને તત્કાલીન જિલ્લા પંચાયત, દમણ નામનો ગુનાનો મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ તરીકે ઉભરી આવ્યો હતો.
21/10/2019 ના રોજ પોલીસ ટીમે પૂછપરછ માટે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલને બોલાવવા દમણના જીલ્લા પંચાયતની કચેરીએ ગયા હતા, પરંતુ સુખા પટેલ તેના ડ્રાઈવર રમેશ પટેલ સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફરાર થવાની તેની શંકાસ્પદ રીત જોઈ દમણ પોલીસે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલની ભૂમિકાની વધુ તપાસ કરી કેટલાક નક્કર પુરાવા બહાર આવ્યા છે. જેનાથી પુષ્ટિ મળી છે કે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલ આ કેસમાં આ સમગ્ર ગુનાહિત કાવતરાનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ છે.
દરમિયાન દમણની અદાલતે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલને ભાગેડુ અપરાધી જાહેર કર્યો હતો. દમણ પોલીસે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલની શોધખોળ માટે અનેક ટીમો બનાવી વિવિધ પ્રદેશોમાં મોકલી આપી હતી. તેમજ દમણ પોલીસની ટીમોમાંથી એકને 22/02/2020 ના રોજ નક્કર તકનીકી પુરાવા મળ્યા હતા કે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલ અને સજીદઅલી સલીમ મંગતા ચૌધરી પંજાબના મોહાલીમાં છુપાયેલા છે. પીએસઆઈ લીલાધર મકવાણા, પીએસઆઈ દિનકર પાટીલની ટીમે તાત્કાલિક ઉપરોક્ત સ્થળે પહોંચી ગુનેગારોને પકડવા તેમની શોધ કરી હતી.
જે દરમિયાન 24/02/2020ના રોજ સાંજના 14:30 કલાકે સુરેશ જગુભાઇ પટેલ ઉર્ફે સુખા પટેલ અને સાજીદઅલી સલીમ મંગતા ચૌધરી સાથે તુષાર નામના સાથી સાથે કારમાં એક નિશ્ચિત સ્થળે આવી હતી. જ્યાં ટીમ તેમની સાથે હતી. તે દરમિયાન પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતાં.