ETV Bharat / state

Duplicate Pesticide Scam : ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા શખ્સની વાપીમાંથી ધરપકડ - Gujarat Vigilance Commission

દેશમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી જતુંનાશક દવાઓ (Agricultural Herbicides) બનાવતી અગ્રણી કંપનીઓના ખોટા બેચ નંબર, ટ્રેડમાર્ક લગાવી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવી ખેડૂતો અને જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ સાથે છેતરપીંડી (Duplicate Pesticide Scam) કરતા એક શખ્સોની વાપી ટાઉન પોલીસે 93 હજારની ડુપ્લીકેટ દવાઓ અને 10 લાખની કાર મળી કુલ 11.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી એક શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Duplicate Pesticide Scam : બ્રાન્ડેડ કંપનીઓની દવાના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેંચતા શખ્સની વાપીમાંથી ધરપકડ

author img

By

Published : Jan 19, 2022, 12:44 PM IST

Updated : Jan 19, 2022, 1:35 PM IST

વાપી : વાપીમાં જાણીતી જંતુનાશક દવાઓ બનાવતી કંપનીના(Company that Makes Pesticides) વિજિલન્સ વિભાગના જનરલ મેનેજરે ગોવિંદા કોમ્પ્લેક્ષમાં નવજ્યોત એગ્રો કેમિકલ એન્ડ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા શખ્સને અલગ અલગ કંપનીઓની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે ઝડપી પાડી પોલીસને જાણ કરતા વાપી ટાઉન પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેંચાણ (Sale of Duplicate Pesticides) કરતા નવલકિશોર સંપતરાય દૂધેની ધરપકડ કરી જંતુનાશક દવા વેચવાના કૌભાંડનો (Duplicate Pesticide Scam) પર્દાફાશ કર્યો છે.

બ્રાન્ડેડ કંપનીઓની દવાના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેંચતા શખ્સની વાપીમાંથી ધરપકડ

ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ અને બિયારણ વેચતા શખ્સની ધરપકડ

વાપીમાં આવેલ UPL, બાયર તેમજ મુંબઈ સ્થિત FMC, Sygenta જેવી કંપનીઓના ખોટા બેચ નંબર, ટ્રેડ માર્ક લગાવી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ અને બિયારણ વેંચતા શખ્સને 93,070 રૂપિયાની દવા, 10 લાખની કાર મળી કુલ 11,23,070 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી (Arrest of Seller of Duplicate Pesticides from Vapi) પાડવામાં આવ્યો છે. જ્યારે તેમને ડુપ્લીકેટ માલ સપ્લાય કરનાર લખનઉના આર્યન ઉર્ફે અમિત કુમાર માલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

કંપનીના વિજિલન્સ વિભાગની ટીમે વોચ ગોઠવી ઝડપી પાડ્યો

પકડાયેલ શખ્સ અંગે વધુ મળતી વિગતો મુજબ વાપીના ગોવિદા કોમ્પ્લેક્ષમાં બીજા માળે નવજ્યોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સ નામે દુકાન ધરાવતો અને દમણમાં રહેતો નવલકિશોર દૂધે લખનઉના આર્યન ઉર્ફે અમિત કુમાર માલ પાસેથી ખેતીના પાકમાં છાંટવાની જંતુનાશક દવાઓ બનાવતી અગ્રણી કંપનીઓની બ્રાન્ડેડ દવાઓની (Pesticide Branded Drugs) સામે ડુપ્લીકેટ દવાઓ બનાવી વેંચે છે. જે વિગત કંપનીના વિજિલન્સ વિભાગના (Gujarat Vigilance Commission) જનરલ મેનેજર વાસુદેવ શીશપાલ યોગીને મળતા તેમણે વાપીમાં આવી વોચ ગોઠવી હતી.

આ પણ વાંચોઃ Compost Plant from Waste in Vapi: વાપી નગરપાલિકા દ્વારા ઘન કચરામાંથી ખાતરના પ્લાન્ટનો શુભારંભ

અલગ અલગ કંપનીઓની ડુપ્લીકેટ દવાઓ મળી

GJ15-CL-7465 નંબરની કારમાં ગોવિંદા કોમ્પ્લેક્ષમાં આવેલ નવલકિશોરને ઝડપી લઈ કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ કંપનીઓની જંતુનાશક દવા જેવી કે સાફ ફુગનાશક, કોરાજન જંતુનાશક, વિરતકો, એન્ટ્રાકોલ કોન્ટેક્ટ ફૂગનાશકના પાઉચ અને બોટલ મળી આવી હતી. જે વાપી ટાઉન પોલીસને જાણ કરી આરોપીને સુપ્રત કરતા વાપી ટાઉન પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે આર્યન ઉર્ફે અમિતકુમાર માલને વોન્ટેડ જાહેર કર્યો છે.

નકલી જંતુનાશક દવાઓ બનાવી વેંચવાનું કરોડોનું કૌભાંડ

ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં નકલી જંતુનાશક દવાઓ બનાવી વેંચાણ કરતા આ શખ્સને આ પહેલા પણ સાતેક વખત દિલ્હીથી નકલી દવાનો જથ્થો મંગાવી વેંચાણ કર્યો છે. અને જંતુનાશક દવાઓ બનાવતી દેશની અગ્રણી કંપનીઓ તેમજ ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. નવલકિશોર નકલી જંતુનાશક દવાઓ વેંચાણ કરવા મામલે આ પહેલા પણ ઝડપાઇ ચુક્યો છે. હાલમાં પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી આ કૌભાંડમાં દિલ્હી અને અન્ય રાજ્યના ક્યાં શખ્સો સામેલ છે. તે અંગે તપાસ હાથ ધરી છે. જેમાં મળતી માહિતી મુજબ નકલી જંતુનાશક દવાઓ બનાવી વેચવાનું આ કરોડોનું કૌભાંડ હોય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Valsad District Crime Branch: વલસાડ LCBએ વિવિધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી લીધા

Last Updated : Jan 19, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.