દમણ કાર્તિક પૂર્ણિમા એટલે દેવોની દીપાવલી (lamps to celebrate Dev Deepavali) આ દિવસે ભગવાન નારાયણે મત્સ્ય અવતાર (Lord Narayana Matsya Avatar) ધારણ કરેલો, તો આજના દિવસે ભગવાન ભોળાનાથે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ (Demon Tripurasura Death) કરેલો. જેની ખુશીમાં દેવો ધરતી પર આવી દીપાવલી પર્વ મનાવે છે તેવી માન્યતા છે. જેને ધ્યાને રાખી વાપીના સમસ્ત હિન્દૂ સંગઠન (અખંડ ભારત) દ્વારા હરિયાણા જુના અખાડાના સ્વામી સંગમગીરી મહારાજ અને ભોપાલ જુના અખાડાના (Bhopal Juna Akhara) શિવાની નંદગીરીની ઉપસ્થિતિમાં 11000 દીપ પ્રગટાવી દેવ દીપાવલી પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી. લવાછા રામેશ્વર મહાદેવ મંદિરે (Lavachha Rameshwar Mahadev Temple) આયોજિત આ ઉત્સવમાં શ્રધ્ધાળુઓએ મહાદેવને જળાભિષેક કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા કરાયું આયોજન વર્ષના અંતિમ દિવસ એવા આસો સુદ અમાસના સમસ્ત હિન્દુ પરિવાર દિવાળી પર્વની ઉજવણી કરે છે. એ જ રીતે કારતક પૂનમે દેવ દિવાળી ઉજવે છે. કહેવાય છે કે દેવ દિવાળીએ સમસ્ત દેવતાઓ પૃથ્વી પર આવી આ પર્વની ઉજવણી કરે છે. જેના આશીર્વાદ પ્રાપ્ત કરવા શ્રદ્ધાળુઓ પોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરી ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરે છે. વાપીમાં 8 વર્ષથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી હિન્દુ ધર્મની રક્ષા કાજે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરતા સમસ્ત હિન્દુ સંગઠન (All Hindu organizations) દ્વારા વાપી તાલુકાના લવાછા (Lavacha of Vapi Taluka) ખાતે આવેલ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે 11000 દીવડા પ્રગટાવી મંદિરને તેમજ પ્રાંગણને રોશનીથી પ્રજ્વલિત કરી દેવદિવાળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેવતાઓની દિવાળી એટલે દેવ દિવાળી દેવ દિવાળી પર્વના આ અનોખા આયોજન દરમ્યાન હરિયાણાના ભિવાની જુના અખાડા ખાતેથી મહામંડલેશ્વર સ્વામી સંગમગીરી મહારાજ તેમજ ભોપાલ જુના અખાડા ખાતેથી દેવી શિવાનીગીરી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં વાપી-સેલવાસના શ્રદ્ધાળુઓએ રામેશ્વર મહાદેવ મંદિરમાં અને પ્રાંગણમાં 11000 દીપ પ્રગટાવી રોશીનીના આ પર્વની ઉજવણી કરી હતી.
દેવતાઓની દિપાવલીનો ઉત્સવ આ પ્રસંગે સ્વામી સંગમગીરી મહારાજે જણાવ્યું હતું કે, આજનો જે ઉત્સવ છે તે દેવ દિપાવલી એટલે કે દેવતાઓની દિપાવલીનો ઉત્સવ છે આજના દિવસે ભગવાન નારાયણે મત્સ્ય અવતાર લીધેલો તો ભગવાન ભોળાનાથે આજના દિવસે જ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેની ખુશીમાં દેવતાઓએ દિપાવલી પર્વ ઉજવ્યું હતું. એટલે આ પર્વ દેવતાઓની દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમસ્ત દેવી-દેવતાઓ ધરતી પર આવી દીપાવલી પર્વ મનાવે છે. ત્યારે જેમ કુંભના મેળામાં શાહી સ્નાન કરવામાં આવે છે. એવી જ રીતે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા દેવ દીપાવલી એ દીપ પ્રગટાવી દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે.
11000 દીપ પ્રગટાવી દેવદિવાળીની ઉજવણી કરી રામેશ્વર મહાદેવ મંદિરે વાપી-સેલવાસના શ્રદ્ધાળુઓએ 11000 દીપ પ્રજવલિત કરી સમસ્ત દેવી દેવતાઓ સાથે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આ અનેરા પ્રસંગ અંગે ભોપાલથી ખાસ ઉપસ્થિત રહેલા શિવાની નંદગીરીજીએ જણાવ્યું હતું કે, કાર્તિક પૂર્ણિમાએ દેવો દેવ દિવાળી મનાવે છે. દરેક ભક્તોએ આ દિવસ નિમિત્તે 11 હજાર દીપ પ્રગટાવી ઉમળકાભેર દેવ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. સનાતન ધર્મની રક્ષા માટે આ પ્રકારે કાર્ય કરવામાં આવે છે. ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
જ્યોતથી જ્યોત જલાવી દેવ દિવાળી પર્વની ઉજવણી તો સમસ્ત હિંદુ સંગઠન (અખંડ ભારત) તરફથી આયોજિત આ દીપ ઉત્સવ અંગે અનુગ્રહ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે આજના દેવ દિવાળી પર્વ નિમિત્તે વાપી સેલવાસના શ્રદ્ધાળુઓએ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકત્ર થઈ જ્યોતથી જ્યોત જલાવી દેવ દિવાળી પર્વની ઉજવણી કરી હતી જેમાં સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના સાનિધ્યમાં 11000 દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. ધર્મની રક્ષા માટે સમાજ જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી છેલ્લા આઠ વર્ષથી સમસ્ત હિંદુ સંગઠન (અખંડ ભારત) આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
ધર્મના કાર્ય કરતા રહે તેવા આશીર્વાદ માંગ્યા ઉલ્લેખનીય છે કે વાપી તાલુકાના લવાછા ખાતે બિરાજેલા રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમસ્ત હિંદુ સંગઠન દ્વારા 11 હજાર દીપ પ્રજવલિત કરી ભવ્ય આયોજન કર્યું હતું. મંદિરને દીવડાના રોશની થી જગ મગાવ્યું હતું તો આ પ્રસંગે ઉપસ્થિત ભોળાનાં ભક્તોએ ભોળાનાથની પૂજા અર્ચના સાથે શિવલિંગ પર જળાભિષેક કરી હર હર મહાદેવ નો નાદ ગજાવ્યો હતો. સંસ્થા દ્વારા આગામી દિવસોમાં શિવાની દેવીના સાનિધ્યમાં ધર્મ જાગૃતિ માટે 108 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજના આ પર્વ બાદ મહાદેવ પાસે સમસ્ત ભારતમાં મંદિરોના નિર્માણ સાથે ધર્મના કાર્ય કરતા રહે તેવા આશીર્વાદ માંગ્યા હતાં.