ETV Bharat / state

દમણમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજુરની ઢોર માર મારી હત્યા, હત્યારા પોલીસ પકડથી દૂર - દમણ મજૂર હત્યા

દમણના ડાભેલમાં કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા મજુરને બોલાવીને 10થી વધુ ઇસમોએ લાકડાના ફટકાને ઢીકા મુક્કીનો માર મારતા ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. આ મામલે દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

xz
xzx
author img

By

Published : Jan 11, 2021, 11:38 AM IST

  • દમણમાં મજૂરને મોતને ઘાટ ઉતારી દીધો
  • કોન્ટ્રાક્ટરે માણસો પાસે માર મરાવ્યો હતો
  • હત્યા કરનાર આરોપીએ ફરાર

    દમણઃ દમણના ડાભેલમાં કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરતા એક મજુરને બોલાવીને 10થી વધુ ઇસમોએ લાકડાના ફટકા અને ઢોર માર માર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને ટેમ્પામાં ભરીને એક હોટલની પાછળના ભાગે મુકીને આરોપી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને મારવાડી સરકારી હોસ્પિટલમાં લઇ જતા સારવાર પહેલા જ મોત થયું હતું.

નાની દમણમાં ઢાકલીની વાડી સ્થિત કાંતિભાઇની ચાલીમાં રહેતા મૂળ બિહારી યુવક પુંડેલ શંકર ભૈઠાએ ગુરૂવારે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે ડાભેલ વિસ્તારમાં રહેતા કલ્પેશ પટેલ, જલિત, ગિરિશ, જિતુ, ગુલાબ, કમલેશ સહિત અન્ય 10 ઇસમોએ કન્સટ્રકશન સાઇટ ઉપર મજુરી કામ કરતા સંતોષ બ્રિજેશ ભૈઠાને વાત કરવા માટે બોલાવ્યો હતો.

દમણમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજુરની ઢોર માર મારી હત્યા
હત્યારાઓ માર મારી ફેંકી ગયા

ડાભેલના ઘેલવાડ ફળિયામાં આવેલી એક ઝુંપડીમાં લઇ જઇને આરોપીઓએ તેમને ઢોર માર મારવાનું શરૂ કર્યુ હતું. લાકડાંના ફટકા અને ઢીકામુકીનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ એક ટેમ્પામાં ઇજાગ્રસ્ત યુવકને ભરીને દમણ સ્થિત હોટલ બ્લૂ લગુનના પાછળના ભાગે મુકી ફરાર થઇ ગયા હતા.

દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

આ બનાવ અંગે કોઇકે 108ને બોલાવીને મારવાડી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે સંતોષને મૃત જાહેર કર્યો હતો. આ ફરિયાદ આધારે દમણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.