વાપી નજીકના બગવાડા ટોલ પ્લાઝાથી મહારાષ્ટ્રના ખાનીવડા વચ્ચે આવેલા IRBના ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ શોભાના ગાંઠિયા સમાન હોવાનું અને એમ્બ્યુલન્સ સેવા તેમજ હોસ્પિટલ સેવાના નામે ચાલતા દેશવ્યાપી કૌભાંડના પર્દાફાશ સમયે જ ચારોટી ખાતે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો અકસ્માત થયો હતો. આ ગંભીર અકસ્માત દરમિયાન સેવાભાવી સંસ્થા માનવાધિકાર મિશનના હરબન સિંઘે ઈજાગ્રસ્તને પોતાની કારમાં કાસા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો.
જે બાદ Etv ભારતની ટીમ પણ સ્થાનિક હોસ્પિટલમાં પહોંચી હતી. આ અંગેની જાણ IRBને થતા પ્રથમ વખત પોતાની એમ્બ્યુલન્સ માટે હરબન સિંઘ સાથે ટેલિફોનિક વાત કરી ઘાયલ દર્દીને વધુ સારવાર માટે કાસાથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવા માટે દોડી હતી.
આ દ્રશ્ય કાસાવાસીઓ માટે પણ કુતૂહલ સમાન બન્યું હતું. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સાંભળી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે હરબન સિંઘે જણાવ્યું હતું કે, આ વિસ્તાર અકસ્માત ઝોન છે. દરરોજના અહીં એકાદ બે અકસ્માત થાય છે. આ માટે અહીંના માર્ગની અને બ્રિજની ભૂલ ભરેલી ડિઝાઈન છે.
ત્યારે, ETV ની પહેલ બાદ અહીં પહેલી વખત IRB એ પોતાની એમ્બ્યુલન્સ દર્દીની સેવામાં દોડાવી છે. આશા રાખીએ કે, આ સેવા હવે અહીં કાયમ માટે શરૂ રહે...