સેલવાસ : સેલવાસ નમો મેડિકલ કોલેજના સિવિલ લેબરોએ સાયલી ખાતે વતન જવા ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. વતન પરત જવા જીદે ચડેલા કામદારોને મામલતદારે સમજાવી પરત મોકલ્યા હતા. ત્યારબાદ સિવિલ કામદારોના 170 પરિવારને રાશન કીટ અપાઇ હતી.
સેલવાસ નમો મેડિકલ કોલેજના સિવિલ લેબરોએ વતન જવા કર્યો હોબાળો
એક તરફ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. યુપી અને બિહારના પરપ્રાંતીયો મોટી સંખ્યામાં પોતાના રાજ્યમાં પરત જઇ રહ્યા છે. તેવા સમયે દાદરા નગર હવેલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજના બાંધકામ માટે આવેલા સિવિલ લેબરો સાયલી ખાતે મોટી સંખ્યામાં પોતાના વતન પરત જવા માટે નીકળ્યા હતા. જેની જાણકારી મળતા સેલવાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મનોજ પટેલ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોચ્યા હતા.