ETV Bharat / state

5મી એપ્રિલે International Day of Conscienceની ઉજવણી, જાણો આ દિવસનું મહત્વ - inner voice

વર્ષ 2020થી વિશ્વમાં દર વર્ષે 5 એપ્રિલે 'International Day of Conscience' એટલે કે આંતરરાષ્ટ્રીય અંતરાત્મા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસને ધ્યાનમાં રાખીને સેલવાસ સ્વામિનારાયણ મંદિરના સાધુ ચિન્મયદાસે તેના મહત્વ અંગે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

સ્વામિનારાયણ મંદિરના સાધુ ચિંમયાદાસ
સ્વામિનારાયણ મંદિરના સાધુ ચિંમયાદાસ
author img

By

Published : Apr 5, 2021, 7:09 AM IST

Updated : Apr 5, 2021, 7:37 AM IST

  • 5મી એપ્રિલે ઉજવાય છે International Day of Conscience
  • 2020ની 5મી એપ્રિલે પ્રથમ વખત આ દિવસની ઉજવણી થઈ હતી
  • BAPS ના સ્વામી ચિન્મયદાસે આ દિવસનું સમજાવ્યું મહત્વ

દમણ : આજે 5મી એપ્રિલ છે, વિશ્વમાં આજના દિવસની International Day of Conscience તરીકે ઉજવણી કરવામાં આવે છે. માનવ અંતરાત્માને યાદ કરી વિશ્વમાં જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2019માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 25 જુલાઈ 2019ના રોજ UN રિઝોલ્યુશન 73/329 દ્વારા સ્વીકાર કરવામાં આવ્યાં પછી પ્રથમ international day of conscienceની ઉજવણી વર્ષ 2020માં 5મી એપ્રિલે કરવામાં આવી હતી.

conscience એટલે બુદ્ધિનો વિવેક, અંતરાત્માનો અવાજ, હૃદયની ભાવનાઓ વ્યક્ત કરવાનો દિવસ

5મી એપ્રિલે ઉજવાતા international day of conscience અંગે સેલવાસ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી ચિન્મયદાસે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, conscience એટલે બુદ્ધિનો વિવેક, અંતરાત્માનો અવાજ હૃદયની ભાવનાઓ વ્યક્ત કરવાનો દિવસ છે.

આ પણ વાંચો : BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ જન્મભૂમિ મંદિર માટે 2,11,11,111 રૂપિયાનો ચેક અર્પણ કરાયો

વિશ્વમાં અનેક પ્રાંતવાદ, ધર્મવાદ, ભાષાવાદ, રંગવાદના સીમાડા

વિશ્વમાં આજે અનેક પ્રાંતવાદ, ધર્મવાદ, ભાષાવાદ, રંગવાદના સીમાડા છે. જેને દૂર કરી પૃથ્વી એક માળો છે અને આપણે બધાએ માળાના પંખી છીએ. આવી ભાવના દરેક મનુષ્યમાં હોવી જોઈએ. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે અક્ષરધામમાંમાં વણી છે.

પૃથ્વી સિવાયના ગ્રહો પર જઈએ તો ત્યાં પૃથ્વીવાસી છીએ એમ કહીશું

ચિન્મયદાસ સ્વામીએ આ વિષયને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું હતું કે, જો આપણે પૃથ્વી સિવાયના ગ્રહો પર જઈએ તો આપણે ત્યાં પૃથ્વીવાસી છીએ એવું કહીશું. ત્યાં આપણે કોઈ પ્રદેશનું નામ નહિ આપીએ તો, એવી જ ભાવના પૃથ્વી પર રહીને કરવી જોઈએ. જો આ ભાવના મનમાં હશે તો અનેક સમસ્યાઓનું સમાધાન થઈ જશે.

ધર્મવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ જેવા વિચારોને ત્યજી જીવનની સાચી જરૂરિયાત અંગે વિચારવું

આ ભાવના વ્યક્ત કરવાનો દિવસ એ જ conscience દિવસ અને આ દિવસે આપણે ચોક્કસ આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને વિશ્વમાં ઉદભવી રહેલી ધર્મવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ જેવા વિચારોને ત્યજી જીવનની સાચી જરૂરિયાત અંગે વિચાર કરવો જોઈએ. મનુષ્યોએ પોતાના અહંકારને પોષવાને બદલે તેને ભૂલતા શીખવું જોઈએ.

આ પણ વાંચો : શું તમને ખબર છે આજથી 31 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે રામશિલા પૂજન કર્યું હતું

ભારતીય સંસ્કૃતિમાં "વસુધૈવ કુટુમ્બકમ"ની ભાવના વર્ણવી

ચિન્મયદાસ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં "વસુધૈવ કુટુમ્બકમ"ની ભાવના વર્ણવી છે. આ જ વાત થોડા અલગ અંદાજમાં ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં કહી છે કે, "Love thy neighbour as thyself" મતલબ કે આપણે જેટલો પ્રેમ આપણા પરિવારના સભ્યો પ્રત્યે વ્યક્ત કરીએ છીએ તેટલો જ પ્રેમ આપણા પાડોશી પ્રત્યે વ્યક્ત કરવો જોઈએ. આપણા ગામ, દેશ અને સમસ્ત વિશ્વ પ્રત્યે વ્યક્ત કરવો જોઈએ.

ઝઘડાઓનું સમાધાન થવું એ જ આજના દિવસનું મહત્વ

અંતરાત્માના અવાજ અંગે તેમજ વિવેક બુદ્ધિ અંગે ચિન્મયદાસ સ્વામીએ વધુ ઉદાહરણો ટાંકતા જણાવ્યું હતું કે, આજના ગ્લોબલ વર્લ્ડમાં મોબાઈલ ફોનથી અનેક સારા કાર્યો કરી શકાય છે. એક ચપ્પુથી અનેક જીવની સર્જરી કરી શકાય છે. એ જ રીતે મોબાઈલ ફોનનો દુરુપયોગ અનેક સમસ્યા ઉભી કરી શકે છે. ચપ્પુથી કોઈનું ખૂન પણ કરી શકાય છે. એટલે દરેક મનુષ્યે સારા વિચારો કરવા જોઈએ. જગતમાં લોકોને માફી આપતા શીખીએ તો ઘણા ઝઘડાઓનું સમાધાન થઈ જશે એ જ આજના દિવસનું મહત્વ છે.

Last Updated : Apr 5, 2021, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.