ETV Bharat / state

સંઘપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા કરેલા વિકાસલક્ષી પ્રોજેકટના લેખાજોખા - Daman News

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના વિકાસ માટે વર્ષ 2019ની 19મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1410 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. અંદાજીત 40 જેટલા આ વિકાસના પ્રોજેકટ થકી સંઘપ્રદેશ વિકાસની દોટ મુકશે તેવી આશા 2 વર્ષે પૂર્ણ થઈ નથી.

સંઘપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા કરેલા વિકાસલક્ષી પ્રોજેકટના લેખાજોખા

author img

By

Published : Jan 20, 2021, 5:52 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા સંઘપ્રદેશમાં કર્યું હતું વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ
  • 1410 કરોડના વિકાસલક્ષી પ્રોજેકટનું કર્યું હતું ખાતમુહુર્ત અને લોકાર્પણ
  • 2 વર્ષે પણ મહત્વના પ્રોજેકટ પૂર્ણ થયા નથી
  • 40 જેટલા પ્રોજેકટથી વિકાસની દોટ હજુ અધૂરી

સેલવાસઃ વર્ષ 2019ની 19મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસમાં આવ્યાં હતા. નરેન્દ્ર મોદીએ સેલવાસના સાયલી ગ્રાઉન્ડ ખાતેથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં 1410 કરોડના વિકાસના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમને બે વર્ષ થઈ ચૂક્યાં છે. વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થયેલા કેટલાક પ્રોજેક્ટ સંઘપ્રદેશના લોકો માટે મહત્ત્વના પૂરવાર થયા છે. તો ખાતમુહૂર્ત બાદ આજે બે વર્ષે પણ કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી.

સંઘપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા કરેલા વિકાસલક્ષી પ્રોજેકટના લેખાજોખા
સંઘપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલા કરેલા વિકાસલક્ષી પ્રોજેકટના લેખાજોખા

વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું

વર્ષ 2019ની 19મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં 1410 કરોડના વિકાસના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમને બે વર્ષ થઈ ચૂક્યાં છે. ત્યારે મોદીના હસ્તે લોકાર્પણ થયેલા કેટલાક પ્રોજેક્ટ સંઘપ્રદેશના લોકો માટે અનેક રીતે મહત્ત્વના પૂરવાર થયા છે. તો ખાતમુહૂર્ત બાદ આજે બે વર્ષે પણ કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી. જે વર્ષ 2021-22 માં પૂર્ણ થશે.

મેડિકલ કોલેજ ભવન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અધૂરા

જે પ્રોજેક્ટ પૂર્ણ થયા નથી તેમાં સૌથી પહેલાં જે પ્રોજેક્ટ છે એ છે દાદરા નગર હવેલીમાં નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભવન, દાદરા નગર હવેલીમાં 150 સીટની મેડિકલ કોલેજની ભેટ મોદી સરકારે આપી છે. જે ગત વર્ષની વૈકલ્પિક સ્થળે શરૂ થઈ ચૂકી છે. જ્યારે મેડિકલ કોલેજનું ભવન હજી બન્યું નથી. એવો જ બીજો મહત્વનો પ્રોજેક્ટ છે સ્પોર્ટ્સ સ્ટેડિયમ, અત્યાધુનિક સ્ટેડિયમ પણ 2021ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ ઉપરાંત આરોગ્યને લગતી સેવા પૂરી કરવા વિનોબા ભાવે હોસ્પિટલની સુવિધાઓને વધારવા સાથે ઉભા થનારા નવા સ્ટ્રકચરને પણ હજી આખરી ઓપ અપાયો નથી.

સંઘપ્રદેશ
સંઘપ્રદેશ

દમણગંગા રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર

મરોલી-મસાટ અને ખરડપાડા ઇન્ટિગ્રેટેડ વોટર સપ્લાય પરિયોજના સહિત દાદરા-નગર હવેલીના નવ જેટલા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, દમણ ગંગા રિવર ફ્રન્ટ વિકાસ ફેઝ 2 અને 3, સેલવાસા સિવેજ લાઈન અને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેલવાસા નગરપાલિકા ભવન, મિડ ડે મિલ સેન્ટ્રલાઈઝડ કિચન, દૂધની-દપાડા પાલિકા છાત્રાલય અને પીપરિયા સેતું બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ આ તમામ પ્રોજેક્ટ સ્થાનિક લોકો માટે જોઈએ તેટલા પ્રમાણમાં આશીર્વાદરૂપ સાબિત થયા નથી. આરોગ્યક્ષેત્રે-શિક્ષણક્ષેત્રે સ્ટાફની ઘટ છે.

મેડીકલ કોલેજ
મેડીકલ કોલેજ

સ્માર્ટ સીટી કાગળ પર

કરોડો રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર કર્યા બાદ તેની જોઈએ તેવી જાળવણી થતી નથી. બ્રિજના નિર્માણ બાદ તેને જોડતા રસ્તાઓની અધુરી મરામત વાહનચાલકો માટે ટ્રાફિકની સમસ્યા સમાન છે. એટલે બે વર્ષે પણ હજુ સુધી દાદરા નગર હવેલી વિકાસની દોડમાં પાછળ છે. સેલવાસને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ તે અંગે પણ હજુ બધું જ કાગળ પર છે.

દમણના 17 અને દિવના 7 પ્રોજેકટ હતા

નરેન્દ્ર મોદીએ 1410 કરોડના જે વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહરત અને લોકાર્પણ કરેલું તેમાં એકલા દાદરા નગર હવેલીમાં જ 814 કરોડના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું. એ ઉપરાંત બાકીના પ્રોજેક્ટ દમણ અને દીવના હતા. જેમાં દમણમાં કચીગામ બ્રિજ, મોટી દમણમાં દરિયાઈ પ્રોટેક્શન વૉલ, સિવેજ લાઇન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત કુલ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. દીવમાં એજ્યુકેશન હબ સેન્ટર સહિત 07 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું.
આવાસ યોજના હેઠળ આવાસ તૈયાર થઈ રહ્યા છે

દમણની પ્રોટેકશન વોલનું કાર્ય હજી નિર્માણાધીન છે. કચીગામનો બ્રિજ વાહનચાલકો માટે આશીર્વાદ રૂપ બન્યો છે. સિવેઝ લાઇન પૂર્ણ થઇ નથી. આવાસ યોજના હેઠળ મોટાભાગના આવાસ તૈયાર થઈ ચૂક્યાં છે અને લાભાર્થીઓને ફાળવી દેવાયા છે.
વિકાસની આશા ફળીભૂત થઈ નથી

ટૂંકમાં 1410 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદીએ બે વર્ષ પહેલાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા બાદ સંઘપ્રદેશ વિકાસની દોટમાં હરણફાળ ભરશે તેવી આશા ફળીભૂત થઈ નથી. આગામી દિવસોમાં ફળીભૂત થાય એ પોઝિટિવ થિંકિંગ જ હાલના સમયનો તકાજો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.